નેશનલમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીની એક સાથે જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર માટે સસ્પેન્સ અકબંધ રહ્યું. હરિયાણાની સાથે મહારાષ્ટ્રની ઈલેક્શન અંગે તારીખ જાહેર કરવાની અપેક્ષા હતી, પરંતુ એની સામે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે, તેથી દરેકને એક જ સવાલે છે કે ક્યારે થશે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી. તહેવારોને કારણે પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી લંબાઈ શકે છે એ વાત નક્કી થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં ક્યારે યોજવામાં આવશે ચૂંટણી?
મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવાની અપેક્ષા હતી, પરંતુ આજની જાહેરાતમાં મહારાષ્ટ્રનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ અંગે મુખ્ય ઈલેક્શન કમિશનર રાજીવ કુમારને પૂછવામાં આવ્યું હતું કે હવે મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણા અને કાશ્મીરના પરિણામોના સમય વખતે યોજવામાં આવશે. એના અંગે કમિશનરે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યારે વરસાદી માહોલ છે તેમ જ અનેક તહેવારો પણ એકસાથે છે. જન્માષ્ટમી, ગણેશોત્સવ, દશેરા સહિત દિવાળીને કારણે મહારાષ્ટ્રમાં ચૂંટણી ટાળી છે. બીજી બાજુ હરિયાણા અને કાશ્મીરમાં ઈલેક્શન સાથે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ વિરુદ્ધ એમવીએ
મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ઈલેક્શન યોજવામાં આવશે, પરંતુ અગાઉની તુલનામાં આ વખતે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ની વચ્ચે જોરદાર ટક્કર રહેશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી સાથેની મહાયુતિનું લોકસભામાં તો નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. બીજી બાજુ મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ નંબર વન પછી શરચંદ્ર પવારની એનસીપી સાથે ઉદ્વવ ઠાકરેની સેનાના ગઠબંધન સત્તાધારી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં હંફાવી શકે છે.

કાશ્મીર અને હરિયાણામાં એકસાથે ઈલેક્શન
ચૂંટણી પંચને મહારાષ્ટ્રની ચૂંટણી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે ચારેય જગ્યાએ એકસાથે ઈલેક્શન કરવાથી સુરક્ષા દળોને એકસાથે તહેનાત કરવાની મુશ્કેલી રહે છે. જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી થવાની છે ત્યારે તેની સાથે હરિયાણામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકસાથે યોજી હતી સાથે ઈલેક્શન
ગયા વખતે મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકસાથે ઈલેક્શન યોજવામાં આવી હતી, પરંતુ એ વખતે કાશ્મીરમાં ઈલેક્શન યોજવાની નહોતી. આમ છતાં આ વખતે ચાર રાજ્યમાં ચૂંટણી યોજવાની છે. સુરક્ષા દળોને એક સાથે તહેનાત પણ કરી શકાય નહીં. એકલા જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે ફોર્સને તહેનાત કરવાની નોબત આવે છે, તેથી બંને રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?