આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેને ટોણો: આ સરકાર રૂબરૂ કામ કરે છે, ફેસબુક પર નહીં

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે વર્ષમાં 22 હજાર 364 ફાઈલોનો નિકાલ કર્યો: એમવીએ સરકારની સરખામણીમાં બમણા પ્રસ્તાવોને મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જનતાના કામોને પ્રાથમિકતા આપતી મહાયુતિ સરકારના 25 મહિનાના કાર્યકાળ દરમિયાન 22 હજાર 364 જેટલી ફાઇલોનો નિકાલ કર્યો છે. મહાવિકાસ આઘાડીના અઢી વર્ષના કાર્યકાળની સરખામણીમાં બમણી ફાઇલોનો નિકાલ કરીને અને ત્રણ ગણા કામોને મંજૂરી આપીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બતાવ્યું છે કે તેમની સરકાર ફેસબુક પર નહીં પણ રૂબરૂ કામ કરનારી સરકાર છે. મુખ્ય પ્રધાન કચેરી (પીએમઓ) એ આટલા ઓછા સમયમાં હજારો ફાઈલોનો નિકાલ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 1 જુલાઈ, 2022 થી 31 જુલાઈ, 2024 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં બમણી ઝડપે ફાઇલોનો નિકાલ કર્યો છે. મુખ્ય પ્રધાને 25 મહિનામાં ત્રણ ગણા કામોને મંજૂરી આપી હતી. રાજ્યમાં વિકાસના કામોના પ્રસ્તાવ અને જનહિતની ફાઈલોને ઝડપથી પ્રતિસાદ આપીને મુખ્ય પ્રધાન કચેરી દ્વારા મંજૂર કરવામાં આવી છે. મહા વિકાસ આઘાડીની સરકાર દરમિયાન ઉદ્ધવ ઠાકરે માત્ર અઢી દિવસ માટે જ મંત્રાલય ગયા હતા. બાકીના સમયમાં ફેસબુક પર કામ કરીને તેમણે રાજ્યની પ્રગતિ અટકાવી દીધી. વિકાસના કામો સ્થગિત કરીને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રને તમામ ક્ષેત્રે પાછળ પાડી દીધું હતું, એમ શિવસેના દ્વારા જણાવવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સરખામણીમાં બમણી ફાઇલોને મંજૂરી આપી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ પ્રકારના ત્રિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે અને રાજ્યના આર્થિક ચક્રને વેગ મળ્યો છે.

આ પણ વાંચો : 80 લાખ મહિલાના ખાતામાં જમા થયા લાડકી બહિન યોજનાના રૂ. 3000: એકનાથ શિંદે

આંકડા મુજબ છેલ્લા 25 મહિનામાં સીએમઓને 23 હજાર 674 ફાઈલો મળી હતી, જેમાંથી 22 હજાર 364 ફાઈલો મંજૂર કરવામાં આવી હતી. રાજ્યના સીએમઓની અત્યાર સુધીની આ રેકોર્ડ સિદ્ધિ છે. 1 જાન્યુઆરી, 2020 થી 20 મે, 2022 સુધીની મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં સીએમઓને 11 હજાર 227 ફાઇલો મળી હતી જેમાંથી માત્ર 6 હજાર 824 ફાઇલોને મંજૂરી આપવામાં આવી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button