ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ થશે! સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની નાગરિકતા અંગે પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ.સુબ્રમણ્યમ સ્વામી(Dr.Subramanian Swamy)એ ફરી સવાલ ઉઠાવ્યા છે. ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સ્વામીએ કેન્દ્ર સરકારને રાહુલ ગાંધી સામેની તેમની ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે.

દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી થઈ શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવા માટે નિર્દેશ આપવા માંગ કરી હતી. આ પહેલા કેન્દ્રએ રાહુલની નાગરિકતા અંગે આઈટીઆઈ પાસેથી માંગવામાં આવેલી માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

સ્વામીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 સાથે જોડાયેલી ભારતીય બંધારણની કલમ 9નું ઉલ્લંઘન કર્યું છે. સ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી ભારતીય નાગરિક નહીં રહે. બંધારણની કલમ 9 મુજબ, ‘કોઈપણ વ્યક્તિએ જો સ્વેચ્છાએ કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરી હોય તો તેને ભારતનો નાગરિક માનવામાં આવશે નહીં.’

સ્વામીએ અરજીમાં જણાવ્યું કે બેકઓપ્સ લિમિટેડ નામની કંપની 2003માં યુનાઈટેડ કિંગડમમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાહુલ ગાંધી ડાયરેક્ટર અને સેક્રેટરી હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે 2005 અને 2006માં ફાઈલ કરવામાં આવેલા કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 દર્શાવવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવવામાં આવી હતી.

નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા પણ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન અરજીમાં ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતાના મામલામાં તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

ત્યારબાદ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો કોઈ કંપની રાહુલ ગાંધીને કોઈપણ સ્વરૂપમાં બ્રિટિશ નાગરિક જાહેર કરે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ બ્રિટિશ નાગરિક બની ગયા છે. આ સમગ્ર વિવાદ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આખો દેશ જાણે છે કે રાહુલ ગાંધીનો જન્મ ભારતમાં થયો હતો અને તે ભારતીય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?