ટોપ ન્યૂઝનેશનલશેર બજારસ્પેશિયલ ફિચર્સ

સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦,૧૨૫ની ઉપર

નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે જોરદાર તેજી જોવા મળી છે. હાલ સેન્સેકસ એ ૮૦૧૨૫ની સપાટી વટાવી છે, જ્યારે નિફ્ટી 24,400 ઉપર પહોંચ્યો છે.

અમેરિકાના અર્થતંત્ર માટે આશ્વાસનજનક ડેટાને કારણે સ્થાનિક બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો હતો અને સેન્સેકસ ૧૦૦૦ પોઇન્ટથી મોટા ઉછાળા સાથે હાલ ૮૦, ૧૨૫ની સપાટી પાર કરી ગયો છે.

ખાસ કરીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની એ નીકળેલી લેવાલી વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક નોંધ સાથે થઈ હતી. યુએસના પોઝિટિવ આર્થિક ડેટાને કારણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીના ભયને હળવો થયો હોવાથી વૈશ્વિક બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો.

બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4.77 લાખ કરોડ વધીને રૂ. 449.06 લાખ કરોડ થયું છે.
આઇટી ઇન્ડેક્સની આગેવાની સાથે તમામ 13 મુખ્ય ક્ષેત્ર પોઝિટિવ ઝોનમાં પ્રવેશ્યા હતા.

સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સની તમામ 30 કંપનીના શેર ઊંચા મથાળે ટ્રેડ કરી રહ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચસીએલ ટેક્નોલોજીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસીસ અને ઈન્ડસઈન્ડ બેંક સૌથી વધુ વધ્યા હતા.

યુએસ મંદીના ડર અને યેન કેરી ટ્રેડના અનવાઈન્ડિંગને કારણે પાંચમી ઓગસ્ટે નોંધાયેલી જબરદસ્ત વેચવાલી સામે વૈશ્વિક સ્તરે શેરબજારો ઉત્કૃષ્ટ રૂપે પાછા ફર્યા છે. યુ.એસ. ફુગાવો અને બેરોજગારી રાહત પરના તાજેતરના ડેટા અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યા હોવાનો સંકેત આપતા નથી અને આ બાબતને ગ્લોબલ હેજ ફંડોએ વધાવી લીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button