હાર્ટ શરીરનું મહત્વનું અંગ છે
હાઇ બ્લડ પ્રેશરથી બચવા અને હાર્ટને સ્વસ્થ રાખવા માટે આ શાકભાજી ખાવા જોઇએ
લેટ્યુસઃ તેમાં શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે હૃદયનો તણાવ ઘટાડી બ્લડ પ્રેશર રોકવામાં મદદ કરે છે.
કોળામાં મેગ્નેશિયમ પોટેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનીજો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર કરે છે.
બીટઃ એક સંશોધન મુજબ બીટ રૂટનો રસ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે
પાલકઃ તે વિટામિન C,K,ફોલેટ સાથે કેરોટીનોઇડ્સ અને અન્ય ખનીજોથી સમૃદ્ધ છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે
કોબીઃ પોટેશિયમ વિટામિન C અને Kનો ઉત્તમ સ્રોત છે. તેમાં નાઈટ્રેટ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને રોકે છે
લીલા વટાણાઃ તેમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને વિટામીન A, K ભરપૂર માત્રામાં હોય છે, જે ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે
સેલેરીઃ હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેમાં વિટામિન્સ અને પોટેશિયમ અને પાણીની ભરપૂર માત્રા હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને રોકવામાં મદદ કરે છે