નેશનલ

ગોવામાં દરેક જગ્યાએ ડ્રગ્સ મળે છે! ગોવા સરકારના પ્રધાનના આ શું બોલી ગયા

પણજી: મોજમજા માટે ગોવા(Goa) યુવાનોનું મનપસંદ સ્થળ રહ્યું છે, ગોવા તેના બીચ, બાર્સ, કસીનો અને ડાન્સ-મ્યુઝિક ફેસ્ટીવલ માટે જાણીતું છે, સાથે સાથે ગોવામાં ડ્રગ્સના દુષણ(Drugs in Goa)ની સમસ્યા પણ વ્યાપક રહી છે. એવામાં ગોવા સરકારના પ્રધાન એલેક્સો સિક્વેરા(Aleixo Sequeira) એ એક નિવેદન આપ્યું હતું જેણે હોબાળો મચાવ્યો હતો. એલેક્સો સિક્વેરાએ ડ્રગ વેચનારાઓને ઓળખવામાં સામાન્ય લોકોની મદદ માંગી અને કહ્યું કે ડ્રગ્સ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.

આ વર્ષે દક્ષિણ ગોવામાં સનબર્ન ફેસ્ટિવલ(Sunburn Festival)નું આયોજન કરવામાં આવી શકે છે. આ ફેસ્ટીવલ ‘ડ્રગ કલ્ચર’ને પ્રોત્સાહન આપે છે તેવી ટીકા કરવામાં આવે છે. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે (Pramod Savant) પ્રધાનના નિવેદનને ‘સ્લિપ ઓફ ધ ટંગ’ ગણાવ્યું.

એલેક્સો સિક્વેરાએ પત્રકારોને કહ્યું, “આજે ડ્રગ્સ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. કોઈએ સનબર્ન માટે ડ્રગ્સ સપ્લાઈ કરવાની જરૂર નથી. અત્યાર સુધી, દક્ષિણ ગોવામાં ફેસ્ટીવલ યોજવા માટે સનબર્નના આયોજકો તરફથી કોઈ અરજી આવી નથી. ત્યાંના રહેવાસીઓની ચિંતા હતી કે આ ફેસ્ટીવલ ત્યાં યોજાય.”

એલેક્સો સિક્વેરાએ કહ્યું, “તમે બધા સનબર્ન અને ડ્રગ્સ વિશે હોબાળો મચાવો છો. કોલવામાં દર વર્ષે ત્રણ દિવસ માટે અન્ય એક ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. મને ખાતરી છે કે તમારામાંથી કેટલાક એ ફેસ્ટીવલમાં આવ્યા જ હશે. તમે એવું કહેવા માંગો છો કે ત્યાં કોઈ ડ્રગ્સ નથી? હું માનું છું કે ત્યાં ડ્રગ્સ ઉપલબ્ધ છે.”

તેમણે લોકોને ડ્રગની સમસ્યાનો સામનો કરવા સક્રિય રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, “ડ્રગ્સ વેચનારાઓને ઓળખવાની અમારી જવાબદારી છે. પોલીસને જાણ કરવાની આપણા બધાની જવાબદારી છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે બધા સાથે મળીને કામ કરીએ અને ડ્રગ્સના ખતરા પર આક્રમક રીતે હુમલો કરીએ.”

વિપક્ષી પાર્ટીઓએ એલેક્સો સિક્વેરાની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. ગોવા ફોરવર્ડ પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કેટલાક પ્રધાનો હવે સત્ય બોલી રહ્યા છે, જે સમગ્ર ગોવા પહેલેથી જ જાણે છે. ગોવા પોલીસ મિલીભગતને કારણે નિષ્ફળ રહી છે.”

સમગ્ર ઘટના બાદ મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે એલેક્સો સિક્વેરાનું નિવેદન ‘સ્લિપ ઓફ ધ ટંગ’ છે. પ્રમોદ સાવંતે કહ્યું, “તે કહેવાનો અર્થ એ હતો કે ડ્રગ્સની સમસ્યા દરેક જગ્યાએ છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો…