આપણું ગુજરાત

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદના હળવા ઝાપટા પડી શકે, સિઝનનો આટલા ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ (Rain in Gujrat) લીધો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ હળવા ઝાપટા પડવાની અગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી.

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી 15મીથી 21મી ઓગસ્ટ સુધી ઝાપટાનીઆગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન વરસાદની નહિવત સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ નથી. જેને કારણે આગામી 15મી થી 21મી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની નહિવત સંભાવના છે. જેમાં આજે 16મી ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડાદોરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. 22મી ઓગસ્ટ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

કચ્છ ઝોનમાં સૌથી વધુ 88 ટકા વરસાદ નોંધાયો:

ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 72.23 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 88 ટકા વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં 86.40, સૌરાષ્ટ્રમાં 79.94, મધ્ય ગુજરાતમાં 56.26 અને ઉત્તર ગુજરાતમાં 54.08 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો 207 જળાશયોમાં હાલ 72 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 30.18, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52.47, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75.42, કચ્છના 20 ડેમમાં 51.25, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53.61 અને નર્મદા ડેમમાં 88.35 ટકા પાણીનો જથ્થો છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button