ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ બપોરે 3 વાગ્યે મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ દરમિયાન પંચ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેની સાથે જ હરિયાણાની ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે.

જો કે, સૌની નજર જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે, કારણ કે કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રથમ વખત મતદાન થશે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા કેન્દ્રને 30મી સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી હતી, આ કારણોસર ચૂંટણી પંચ પણ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યું હતું.

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે રાજ્યોની ચૂંટણીની તારીખો પણ આગામી દિવસોમાં જાહેર થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં પાંચથી સાત તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી કરાવવા માટે ત્યાંના અધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. તેમની પાસેથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન લેવામાં આવ્યું હતું. સુરક્ષા બાબતે લીલી ઝંડી મળતાં જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચની ટીમે 8 થી 10 ઓગસ્ટની વચ્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તે હરિયાણા ગઈ હતી. આ ટીમે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ