ભુજ

ગાંધીધામ સાયબર ફ્રોડમાં એક મહિલા આરોપીની ધરપકડ: કોર્ટે આપ્યા રિમાન્ડ

ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં મિત્રો અને પરિચિતોનો વિશ્વાસ કેળવી તેમના ઓળખપત્રોના આધારે અલગ-અલગ 23 જેટલા બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર કરવાના કૌભાંડમાં સામેલ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયેલી મૂળ કચ્છની અને અમદાવાદ રહેનારી હસ્મિતા મનોજ ઠક્કર નામની યુવતીને ગાંધીધામથી ઝડપી લીધી હતી અને તેના અદાલતે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરી દેતાં આ કૌભાંડ વિશે પોલીસને વધુ માહિતી મળશે.

આ અંગે સાયબર ક્રાઈમના પી.આઈ વી.કે.ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુંદરપુરીમાં રહેનારા યુવાને સાયબર ક્રાઇમમાં આપેલી અરજીના આધારે ચલાવાયેલી તપાસમાં આ કરોડોના બહાર અવેલા કૌભાંડમાં નરેન્દ્ર કિશન રાજપૂત નામના યુવકની સંડોવણી ખુલવા પામી હતી. આ યુવક તેના મિત્રો પાસે વિવિધ બહાના ધરીને અંકે કરાયેલા ઓળખપત્રોના આધારે વિવિધ બેન્કોમાં ખાતાં ખોલાવી ભોળા લોકોને છેતરનારા સાયબર ક્રિમિનલોને મદદ કરતો હતો.

આ પણ વાંચો : Gujarat Drugs: ઉદવાડા, હજીરા બાદ નવસારી દરિયાકાંઠેથી મળ્યું 30 કરોડનું ચરસ

નરેન્દ્રના ખાતાની તપાસ કરતા તેમાં ૯૦ લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે કરેલી છાનબીનમાં ફરિયાદી યુવાનના એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અટકમાં લીધેલા નરેન્દ્રની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે ગાંધીધામનાં અલગ ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના ૫ લોકોનો વિશ્વાસ કેળવીને નવાં સિમ કાર્ડ લેવડાવી કર્ણાટક બેન્ક ગાંધીધામ તથા બેન્ક ઓફ મહારાષ્ટ્ર ગાંધીધામ તથા અરવલ્લી જીલ્લાના મોડાસાની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં અલગ- અલગ તારીખોમાં કુલ-૨૩ એકાઉન્ટ ખોલાવ્યા હતા.

આ તમામ એકાઉન્ટોની બેન્ક તરફથી મળતી કિટ અને એટીએમ કાર્ડ મૂળ સિકર, રાજસ્થાન અને હાલે નિકોલ, અમદાવાદમાં રહેતા પ્રમોદ કુમાર ઉર્ફે આશિષ જાંગીર નામના શખ્સને આપતો હતો,જેમાં પ્રમોદ મૂળ ગાંધીધામ અને હાલે અમદાવાદ ખાતે રહેતી હસ્મિતા મનોજ ઠક્કર અને આદિપુર ખાતે રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને આપતો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં પ્રમોદ અને હસ્મિતા ઠક્કરને ગાંધીધામ ખાતેથી ઝડપી લીધી હતી.
આ કૌભાંડની તપાસ મામલે પોલીસે તેણીને અદાલત સમક્ષ રજૂ કરતાં નામદાર અદાલતે આગામી ૧૮મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સાંયોગિક પૂરાવા એકત્ર કરવા માટે અટકમાં લેવાયેલા ‘જેન-ઝી’ આરોપીઓના લેપટોપ, ચાર મોબાઈલ ફોન, ચાર સીમ કાર્ડ, વિવિધ બેન્ક ખાતાનાં જપ્ત કરેલા દસ્તાવેજોની હાલ ઝીણવટભરી તપાસ ચાલુમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ