હિન્દુ મરણ
પ્રકાશ સુરતવાલા તે સ્વ. મણીબેન અને સ્વ. શ્રી રતિલાલ સુરતવાલાના પુત્ર. સરલાના પતિ. સ્વ. સુરેશ અને સ્વ. નરેન્દ્રના ભાઈ. સ્વ. મયુરીના દિયર. કિંજલ, અંકુર, હીના અને નિકિતાના પિતા. સિદ્ધાર્થના દાદા. બુધવાર, ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૧૭ ઓગસ્ટ, ૨૦૨૪ના સહકાર, ૫મો માળ, ફ્લેટ નં ૬, પ્લોટ નં ૩૪, નૂતન લક્ષ્મી સોસાયટી, ૧૦મો રોડ, જુહુ સ્કીમ, મુંબઈ ૪૦૦૦૪૯ ખાતે સાંજે ૫:૦૦ થી ૭:૦૦.
કોળી પટેલ
ઘાટકોપર (ગામ મોટી કરોડ) નિવાસી છોટુભાઈ બુધાભાઈ પટેલ; તે સ્વ. તરુણાબહેના પતિ. સ્વ. ભાનુબહેન નાનુભાઈ પટેલ તથા હંસાબહેન અમૃતલાલ પટેલના ભાઈ તેમ જ અમૃતલાલ મણિલાલ પટેલના સાળા બુધવાર, તા. ૧૪-૮-’૨૪ના રોજ અવસાન પામ્યા છે. તેમની શોકસભા શુક્રવાર, તા. ૧૬-૮-’૨૪ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે અને બારમાની વિધિ રવિવાર, તા. ૨૫-૮-’૨૪ના રોજ બપોરે ૪.૦૦ વાગ્યે ગામ મોટી કરોડ, નિશાળ ફળિયું, અંચેલી ખાતે રાખવામાં આવેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
વાવડીના વતની હાલ વસઇ કે. ટી. પરિવારના હસમુખભાઇ મનસુખલાલ શાહ તથા સ્વ. કુમુદબેનના પુત્ર અતીનભાઇ (ઉં. વ. ૫૮) તે પલ્લવીબેનના પતિ. તે રાકેશભાઇ, ચેતનાબેન અતુલકુમાર શાહ, સીમાબેન ઉત્પલભાઇ શાહના ભાઇ. તે કાજલબેનના જેઠ. ધ્રુવ, યશ્ર્વીના મોટા પપ્પા. તે સ્વ. મહેન્દ્રભાઇ, પ્રતાપભાઇ, કિરણભાઇ, સ્વ. અનિતાબેન, પુષ્પાબેન, મીનાબેનના ભત્રીજા. તે સ્વ. હસમુખભાઇ રતિલાલ મહેતાના જમાઇ ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૧૭-૮-૨૪ના રોજ સાંજે ૪થી ૬. ઠે. રાજહંસ એસી બેન્કવેટ હોલ, બિશપ હાઉસ, બાભોલા રોડ, માણેકપુર, વસઇ (વેસ્ટ).
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
મૂળ જામનગર હાલ ભાયંદર ગં. સ્વ. કૌશલ્યાબેન ઘુમરા (ઉં. વ. ૮૦) સ્વ. શાંતિભાઇ રામજી ઘુમરાના ધર્મપત્ની. વર્ષા શરદ મરાઠેના માતુશ્રી. તે સ્વ. રમાબેન છોટાલાલ ઘુમરા, સ્વ.સુશિલાબેન નટવરલાલ ઘુમરાના દેરાણી. સ્વ. ઉષાબેન કનુભાઇ દુબલ, સ્વ. કિર્તીકુમાર ખેતસી તેજાણી, સ્વ. પ્રમોદાબેન અશ્ર્વિનભાઇ વકીલ, નિરુપાબેન વસંતભાઇ ઘેલાના બેન મંગળવાર, તા. ૧૩-૮-૨૪ના શ્રીરામશરણ થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ચિતળવાળા હાલ વિલેપાર્લે સ્વ. ચંદ્રભાગાબેન કેશવલાલ મહેતાના પુત્ર અનંતરાય મહેતા (ઉં. વ. ૮૩) તે માલતીબેન (મધુલતાબેન)ના પતિ. નીપા ભાવેશ ગાંધી, અલ્પા પિયુષ દોશી, માનસી રાજેશ મહેતાના પિતા. વિજયભાઈ, સ્વ.મધુબેન, શારદાબેન, પ્રવિણાબેન, મંજુબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ.શાંતાબેન પ્રભુદાસ દોશીના જમાઈ ૧૩/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૧૭/૮/૨૪ના ૫ થી ૭. અમૃતબાગ, બજાજ રોડ, વિલે પાર્લે વેસ્ટ.
ઔદિચ્ય બ્રાહ્મણ ઝાલાવાડી
સત્તર તાલુકા લીંબડી નિવાસી હાલ કાંદિવલી સ્વ. રમેશચંદ્ર રવિશંકર ઉપાધ્યાયના ધર્મપત્ની ગં.સ્વ. શોભના ઉપાધ્યાય (ઉં. વ. ૮૨) તે ૧૨/૮/૨૪ના દેવલોક પામેલ છે. સ્વ. પ્રિતી પ્રશાંત બધેકા, દીપકભાઈના માતુશ્રી. તેજસ બધેકા, જ્હાન્વી બધેકાના નાની. બેસણું તથા સાદડી બંધ રાખેલ છે.
મોચી
જેતપુર કાઠી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન કલ્યાણજી નાગરના દીકરા સુભાષ નાગર (ઉં. વ. ૬૬) તે ૧૪/૮/૨૪ના સતલોકવાસી થયેલ છે. શોભનાબેનના પતિ. સ્વ.કેશુભાઈ, સ્વ. ચુનીભાઇ, અમરશીભાઇ, સ્વ. બિપીનભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. સુરેશભાઈ, સવિતાબેન મનસુખભાઇ પરમાર, જશુબેન ડાહ્યાભાઈ વાળા, સ્વ. હંસાબેન રસિકભાઈ સોંડાગરના ભાઈ. પ્રિયંકા તેજસકુમાર ચૌહાણ, પ્રતીક-અંજલિના પિતા. વઠેરા નિવાસી હાલ મલાડ સ્વ. દિવાળીબેન શામજીભાઈ ગોિંવદભાઇ કેશુરના જમાઈ. પ્રાર્થનાસભા ૧૬/૮/૨૪ના ૪ થી ૬. લુહાર સુથાર વાડી, કાર્ટરરોડ ૩, અંબાજી મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
પરજીયા સોની
જાળીયાવાળા હાલ વિરાર ગં. સ્વ. મીનાબેન (ઉં. વ. ૫૬) તે ૧૩/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. મનહરભાઈ આપાભાઇ ધાણકના ધર્મપત્ની. સંદીપભાઈના માતુશ્રી. લક્ષ્મીબેનના સાસુ. જીગરના દાદી. અમરેલીવાળા સ્વ. અમૃતલાલ પીતાંબરદાસ સતિકુંવરના દીકરી. સ્વ. દીપકભાઈ, ચંદ્રકાંતભાઈ, રૂતેશભાઈ, સ્વ. શીલાબેન સૂર્યકાન્ત જીણાદ્રાના બહેન. લૌકિક પ્રથા બંધ છે.