હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડની બોલ્ડ તસવીરો વાઈરલ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું લગ્નજીવન પડી ભાગ્યા પછી હજુ પણ લાઈમલાઈટમાં રહે છે. હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી હાર્દિક જ નહીં, પરંતુ બંને જણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાર્દિક પંડ્યા તાજેતરમાં વેકેશનની મોજ માણતી પોસ્ટ કર્યા પછી અન્ય અભિનેત્રીના લોકેશન સાથે મળ્યા પછી તેના અંગે લોકોએ તર્ક-વિતર્ક કર્યા હતા. જોકે, અનન્યા પાંડે સાથે નામ જોડાયા પછી જાસ્મિન વાલિયા સાથે નામ જોડાયું છે, જે સેક્સી અભિનેત્રી છે.
હાર્દિક પંડ્યાથી અલગ થયા પછી નતાશા સ્ટેનકોવિકે દરેક હરકત પર લોકોની નજર રહે છે, જ્યારે હાર્દિક પંડ્યા ગ્રીસમાં વેકેશનનો એક વીડિયો શેર કર્યો હતો, જેનું બેકગ્રાઉન્ડ જાસ્મિન વાલિયાની ગ્રીસની તસવીર સાથે મળતું હતું. હવે બંનેના અફેરની ચર્ચાએ જોરદાર વેગ પકડ્યો છે, જેમાં લોકોના મગજમાં પણ એક જ ચર્ચા છે કે જાસ્મિન વાલિયા છે કોણ.
આ પણ વાંચો : Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?
ફિલ્મની વાત કરીએ 2018માં આવેલી સોનુ કે ટીટુ કી સ્વિટી ગીતથી જાસ્મિન વાલિયાએ ડેબ્યૂ કર્યું હતું. પોતાની યુટયુબ ચેનલ લોન્ચ કરીને દુનિયામાં જાણીતી બની છે. જાસ્મિન માટે કહેવાય છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જાસ્મિન સ્ટાઈલિશ અને ફેશનેબલ છે, જે ફોટોગ્રાફ પરથી લાગે છે. જાસ્મિન વાલિયાએ 2017માં બોમ ડિગી ડિગી બોમ બોમમાં જેક નાઈટ સાથે પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.
આ ઉપરાંત, 2014માં જૈન મલિક અને 2015માં સનાયા ઈરાની સાથે જાસ્મિન વાલિયાને ઈસ્ટર્ન આઈ દ્વારા ટોચની પચાસ સૌથી સેક્સી એશિયન મહિલાની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સિંગર કમ એક્ટ્રેસ જાસ્મિન વાલિયાની બિકિની સાથે અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જે તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.
એક યૂટયુબ સ્ટારના પહેરવેશમાં બોલ્ડ લાગે છે. વ્હાઈટ, બ્લેક અને બ્રાઉન કલરની બિકિનીના ફોટોગ્રાફ પણ બેહદ બોલ્ડ લાગી રહી છે. બ્લેક કલરની સેમી નેટ ડ્રેસની તસવીરોમાં જાસ્મિન ગ્લેમરસ અંદાજનો પરિચચ આપ્યો છે. દરેક તસવીરોમાં બોલ્ડ હોવાની સાથે ફેશનેબલ હોવાનું પુરવાર કરે છે.
સોશિયલ મીડિયામાં ખાસ તો યુ-ટ્યુબ, ટીવી સ્ટાર હોવાની બોલીવુડમાં પણ તેને કામ કર્યું છે. સક્સેસફુલ સિંગરની સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ તેના હજારો લોકો ફોલોઅર્સ છે. મ્યુઝિક ઈન્ડ્સ્ટ્રીમાં વિશેષ જાણીતી છે. મૂળ લંડનમાં જન્મેલી જાસ્મિનનો ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
માતાપિતા ભારત મૂળના છે. 2010માં બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝ ધ ઓનલીવે ઈઝ એસેક્સમાં જોવા મળી હતી, જેનાથી દુનિયામાં જાણીતી બની હતી. આ સિવાય જાસ્મિન વાલિયા ધ બિલ, ડોક્ટર્સ, ધ એક્સ ફેક્ટર, દેસી રાસ્કલ્સ અને ડિનર ડેટ જેવી જાણીતી બ્રિટનની ટીવી સિરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.