આજે બની રહ્યા છે મહત્ત્વના રાજયોગ, પાંચ રાશિના જાતકો પર વરસે મા લક્ષ્મીની કૃપા…
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને વિવિધ પ્રકારના સકારાત્મક, નકારાત્મક યોગ બનાવે છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. આજે ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ બે મહત્ત્વના યોગ બનાવી રહ્યા છે. હિંદુ પંચાગ અનુસાર શુક્ર 16મી ઓગસ્ટના સાંજે 7.53 કલાકે કર્કમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને આગામી એક મહિનો આ જ રાશિમાં બિરાજમાન રહેશે. દરમિયાન સિંહ રાશિમાં પહેલાંથી જ બુધ અને સૂર્ય બિરાજમાન છે. સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ તેમ જ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ બંને યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુકનિયાળ માનવામાં આવ્યા છે. આવો જોઈએ આ બંને યોગનું નિર્માણ કઈ કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનું છે-
મેષ રાશિના જાતકો માટે આ બંને યોગ ખૂબ જ લાભદાયી રહેવાના છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. કરિયરમાં મોટી સફળતા મળી રહી છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. બિઝનેસમાં ધરખમ ફાયદો થઈ રહ્યો છે.
મેષ રાશિના જાતકો માટે આ બંને યોગ ખૂબ જ લાભદાયી રહેવાના છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. કરિયરમાં મોટી સફળતા મળી રહી છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. બિઝનેસમાં ધરખમ ફાયદો થઈ રહ્યો છે.
સિંહ રાશિમાં જ સૂર્ય, બુધ અને શુક્રના ગોચરથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી રહ્યું છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો છે. ધનની કોઈ કમી નહીં વર્તાય. જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. અધ્યાત્મિક કાર્યમાં રૂચિ વધી રહી છે. તમામ કાર્યમાં મનચાહ્યા પરિણામ મળી રહ્યા છે.
મીન રાશિના જાતકો માટે શુક્રાદિત્ય અને બુધાદિત્ય યોગનું નિર્માણ ખુશીઓ લઈને આવશે. જીવનમાં જે પણ ઈચ્છશો એ બધું જ હાંસિલ કરશો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી રહી છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. સુખ-સુવિધામાં જીવન પસાર થશે. મન પ્રસન્ન રહેશે. દરેક કામનું પોઝિટિવ રિઝલ્ટ મળશે.
સૂર્ય, બુધ અને શુક્રના એક રાશિમાં થયેલાં ગોચરથી તુલા રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. તુલા રાશિના જાતકોના જીવનમાં મહત્ત્વના ફેરફાર જોવા મળશે. કોર્ટ-કચેરીના મામલામાં પણ વિજય મળશે. જૂના રોકાણથી સારું વળતર મળી રહ્યું છે. બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. કુંવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. નવા કાર્યની શરૂઆત માટે ખૂબ જ શુભ સમય છે.