ઇન્ટરનેશનલનેશનલ

પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ભીષણ ગરમીથી બાળકોના સ્વાસ્થ્યને ખતરોઃ યુનિસેફની ચેતવણી

ડકરઃ પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં બાળકો ભીષણ ગરમીના સંપર્કમાં આવી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્યને વધુ જોખમમાં મૂકે છે. યુનિસેફના એક નવા અહેવાલમાં આ માહિતી પ્રકાશમાં આવી છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ૧૯૬૦ના દાયકા બાદ આ પ્રદેશમાં હીટવેવનું પ્રમાણ ચાર ગણા કરતાં વધુ વધી ગયું છે. આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ આફ્રિકામાં અભૂતપૂર્વ ગરમીનીનું મોજું જોવા મળ્યું હતું. જેના કારણે મૃત્યુ દરમાં વધારો થયો હતો.

માલીની એક હોસ્પિટલે એપ્રિલના પ્રથમ ચાર દિવસમાં ૧૦૨ મૃત્યુ નોંધ્યા હતા, જ્યારે ગયા વર્ષે એપ્રિલના આખા મહિનામાં ૧૩૦ મૃત્યુ થયા હતા. જો કે આત્યંતિક હવામાનને કારણે કેટલા મૃત્યુ થયા તે જાણવા મળ્યું નથી, કારણ કે દેશના લશ્કરી શાસકો દ્વારા લાદવામાં આવેલા નિયમો હેઠળ આ પ્રકારના ડેટાને જાહેર કરી શકાતા નથી.

આ પણ વાંચો: આફ્રિકામાં કચ્છી વેપારીની પત્નીની હાજરીમાં કરાઈ હત્યા, સમાજ આઘાતમાં

અહેવાલ મુજબ અતિશય ગરમી બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે સ્વાસ્થ્યની ચિંતાઓ ઉભી કરી રહી છે, કારણ કે તેનાથી મૃત જન્મ, ઓછા વજનવાળા બાળકો અને સમય પહેલા જન્મની સંભાવનાઓ વધી જાય છે.

સંયુક્ત રાષ્ટ્રની ચિલ્ડ્રન એજન્સીના પ્રાદેશિક આબોહવા નિષ્ણાંત ડેવિડ નોટના જણાવ્યા અનુસાર ઉચ્ચ તાપમાનના સંપર્કમાં આવવાથી બાળકોમાં ક્રોનિક બીમારીઓ થવી અને ઉચ્ચ તાપમાનમાં ફેલાનારા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ચેપી રોગો થવાનું જોખમ પણ વધે છે. હાલમાં મધ્ય આફ્રિકા એમપોક્સના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, જે પહેલા મંકીપોક્સ તરીકે ઓળખાતો હતો. આ એક ચેપી રોગ છે, જે બાળકોને અસાધારણ રીતે અસર કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ