નેશનલ

હોસ્પિટલમાં તોડફોડમાં ભાજપનો હાથ હોવાનો મમતાનો દાવો : પોલીસે વોન્ટેડના ફોટો કર્યા શેર

કોલકાતા: ગુરુવારે રાત્રે આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ પાછળ વિપક્ષી રાજકીય પક્ષોનો હાથ હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ વિરોધ માટે વિદ્યાર્થીઓ કે ડોકટરોને જવાબદાર માનતા નથી પરંતુ કેટલાક રાજકીય પક્ષો પર અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મને વિદ્યાર્થીઓ કે આંદોલનકારી ડોકટરો સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ કેટલાક રાજકીય પક્ષો માહોલને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે મને માહિતી મળી છે કે બહારના લોકોએ ડાબેરી અને ભાજપ જેવા કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરો સાથે મળીને આ કર્યું છે, આમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂમિકા નથી, હું આ ઘટનાની નિંદા કરું છું અને આવતીકાલે ફાંસીની સજાની માંગને લઈને રેલી કાઢીશ.

આ પણ વાંચો :Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન

મેં ગઈ કાલે આ ઘટના જોઈ. સમાજમાં કેટલીકવાર આવી ઘટનાઓ બને છે, પરંતુ આપણે તેનું સમર્થન નાથી કરતાં, યુપીમાં પણ એક ઘટના બની હતી, આ પહેલા આપણે ઉન્નાવ અને અન્ય રાજ્યોમાં આવી ઘટનાઓ જોઈ છે, આ અપરાધની સજા ફક્ત મૃત્યુદંડની જ છે, પરંતુ હું તમને જણાવી દઉં કે નિર્દોષ વ્યક્તિને મૃત્યુદંડ નહીં અપાય.

Mamata's claim that BJP was involved in the vandalism of the hospital: Police shared photos of wanted
Screen Grab: Facebook



https://www.facebook.com/kolkatapoliceforce/posts/811647287824030?ref=embed_post

કોલકાતા પોલીસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં શંકાસ્પદ લોકોની તસવીરો શેર કરવામાં આવી છે. પોલીસે ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે નીચેની તસવીરોમાં લાલ વર્તુળમાં દેખાતા શખ્સો વોન્ટેડ છે. જો કોઈનો ચહેરો નીચે આપેલા ચિત્ર સાથે મેળ ખાતો હોય, તો કૃપા કરીને અમને સીધા અથવા તમારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button