ઇન્ટરનેશનલ

Social Media યુગનો શુભારંભઃ ઈન્ફ્લુઅન્સર્સને મળીને બાઈડેને કહ્યું કે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઉટ હાઉસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોએ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસમાં 100થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોના ગ્રુપની યજમાની કરી હતી. આ તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર શેફ, મેકઅપ આર્ટિસ્ટથી લઇને ફિટનેસ ગુરુ અને મેડિકલના વિદ્યાર્થીઓ હતા. તેઓએ માનસિક સ્વાસ્થ્ય, પગાર, સમાનતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગ પર ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપતિ બાઇડને વ્હાઇટ હાઉસ પરિસરમાં ઇન્ડિયન ટ્રિટી રૂમમાં એકઠા થયેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને કહ્યુ હતું કે તમે ભવિષ્ય છો. તમે ન્યૂઝના સ્ત્રોત છો. તમે નવી શક્યતાઓ છો. અમારી કોમ્યુનિકેશનમાં તમે નવી સફળતા છો.
હસતા હસતા બાઇડને કહ્યું હતું કે તેથી જ મેં તમને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે કારણ કે હું નોકરી શોધી રહ્યો છું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોના લાખો ફોલોઅર્સ છે. ઉપસ્થિત લોકોમાં મેકઅપ આર્ટિસ્ટ જેફી આઇના, શેફ માય ગુયેન અને મેડિકલ વિદ્યાર્થી જોએલ બર્વેલ સામેલ હતા. કન્ટેન્ટ ક્રિએટર્સની અર્થવ્યવસ્થા વિશ્વમાં લગભગ 250 બિલિયન ડોલર છે.

આ પણ વાંચો : પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવી રહ્યા હતા, અને ઇઝરાયલે જોડિયા બાળકોને મારી નાખ્યા, ગાઝાના પિતાની વેદના

જૂલાઈના અંતમાં યુવા આગેવાની હેઠળના 17 જૂથોના ગઠબંધને ઉપરાષ્ટ્રપતિને સમર્થન આપ્યું હતું. યુવાનોની આગેવાની હેઠળના પ્રગતિશીલ સંગઠનોએ મહિનાઓથી ચેતવણી આપી હતી કે 81 વર્ષીય બાઇડનને યુવા મતદારો સાથે સમસ્યા છે.
યુવા પેઢીઓ માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા રાષ્ટ્રપતિને તેમની સાથે વધુ નજીકથી કામ કરવા વિનંતી કરી હતી. તેઓ આશા રાખી રહ્યાં છે કે હેરિસ યુવા મતદારોમાં ઊર્જાના નવા વિસ્ફોટનો ઉપયોગ કરી શકશે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે ટ્વિચ સ્ટ્રીમર અને એડિન રોસ સાથે એક મુલાકાત કરી હતી. જેમના ઇન્સ્ટાગ્રામ પર સાત મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

વ્હાઇટ હાઉસનો આ કાર્યક્રમ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બાઇડન સરકાર અમેરિકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું ભાવિ નક્કી કરનારા સંઘીય કાયદાને લઈને ટિકટોક સાથે કાનૂની લડાઈમાં ફસાયેલ છે. ટિકટોક પરથી આવક મેળવનારા અનેક કન્ટેન્ટ ક્રિએટર્સે કાયદાનો વિરોધ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ