આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૧૬-૮-૨૦૨૪, પુત્રદા એકાદશી (શિંગોડા)
ભારતીય દિનાંક ૨૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૧
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨જો બેહમન, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૨-૪૩ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૯-૪૪, રાત્રે ક. ૨૧-૧૯
ઓટ: બપોરે ક. ૧૫-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૪ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – એકાદશી. પુત્રદા એકાદશી (શિંગોડા), પવિત્રા એકાદશી સવારે ક. ૦૯-૩૯ પછી પવિત્રા ધરાવવા. દામોદર દ્વાદશી, જીવંતિકા પૂજન, વરદ્લક્ષ્મી વ્રત, સૂર્ય મહાનક્ષત્ર મઘા અને સિંહ રાશિમાં પ્રવેશ ક. ૧૯-૪૬, વાહન શિયાળ (સંયોગિયુ નથી), સંક્રાંતિ પુણ્યકાળ ક. ૧૨-૪૩થી સૂર્યાસ્ત, વિષ્ટિ ક. ૦૯-૩૯ સુધી. માનસ પૂજા સમાપ્ત.
શુભાશુભ દિનશુદ્ધિ: (સવારે ક. ૧૦-૪૪ થી સૂર્યાસ્ત, શુભ કાર્ય વર્જ્ય છે.).
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, વાસ્તુ કળશ, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શુક્ર-કેતુ પૂજન, રાળથી હવન કરવો. ઔષધ ઉપચાર, શુદ્ધ સમયમાં પ્રયાણ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, પ્રાણી પાળવા, ધાન્ય ભરવું, ખેતીવાડી, મિલકત લેવડદેવડ, સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થમાં સ્નાન, જપ, તપ, હવન, સૂર્ય, વિષ્ણુ, પિતૃતર્પણ, બ્રાહ્મણ ભોજન, દાન, શિવપૂજા વિશેષરૂપે.
શ્રાવણ મહિમા: શિવના મંદિરો વિશ્ર્વભરમાં જોવામાં આવે છે. શિવની ભક્તિ અનાદિકાળથી થતી આવી છે. શિવજીની પૂજાની સંસ્કૃતિ ઈતિહાસ અનંત, અમાપ, ભૂત સમાન છે. શિવ એટલે જેનો કોઈ અંત નથી. શિવ એટલે નિરાકાર, શિવ એટલે જેના વર્ણન માટે શબ્દો ખૂટે છે. શ્રદ્ધાળુઓમાં રહેલ શિવજી ભક્તિને માપી શકાય નહિ. જીવમાં શિવ, તનમાં શિવ, મનમાં શિવ, શ્ર્વાસમાં શિવ, અંગ અંગમાં શિવ. તો શિવને કેવી રીતે શોધી શકાય?
આચમન: મંગળ-શનિ ચતુષ્કોણ ઈર્ષ્યાળુ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-શુક્ર ત્રિકોણ: વાતોડિયા
ખગોળ જ્યોતિષ: મંગળ-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૧૬), મંગળ મૃગશીર્ષ પ્રવેશ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૩૨ કળાના, ચંદ્ર કાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૯ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક /સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર