અમિતાભથી લઇને અનુપમ ખેર….. રંગાયા દેશભક્તિના રંગમાં, દેશવાસીઓને આપી શુભેચ્છા

આજે સમગ્ર દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને અભિનંદનની આપ-લે કરી રહ્યા છે. આ ખાસ અવસર પર સિનેમા જગતના ઘણા સ્ટાર્સે પણ પોતાની દેશભક્તિ વ્યક્ત કરવામાં કોઇ કસર નથી છોડી.તેમણે ઉમળકાભેર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. લોકો તેમની પોસ્ટને ખૂબ લાઈક, શેર અને કમેન્ટ કરી રહ્યા છે.
અનુપમ ખેર, અક્ષય કુમાર, અલ્લુ અર્જુન, સની દેઓલ, હેમા માલિની, કંગના રનૌત, પ્રિયંકા ચોપરા સહિત ભારતીય ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ તેમના મીડિયા હેન્ડલ્સ પર તેમના ચાહકોને આજના ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: બોર્ડર પર BSFએ ઉજવ્યો 78મા સ્વતંત્રતા દિવસ
અક્ષય કુમારે ધ્વજની એક તસવીર શેર કરી લખ્યું હતું કે, ‘આપણો ધ્વજ હંમેશા ઊંચો રહે અને આપણા સહુના દિલ ગર્વથી ભરાઈ જાય.’ અભિનેતાએ આગળ લખ્યું, ‘આપણી આઝાદીને સલામ, આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જય હિંદ.’
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને વીડિયો શેર કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી.
ગદરના હિરો સની દેઓલે ધ્વજ પકડેલા હસતા બાળકનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે, તમારી માતૃભૂમિને પ્રેમ કરો. આઝાદીના લડવૈયાઓને યાદ કરો. સારા ભારતીય બનો.
હોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપરાએ પણ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શઉભેચ્છઆ આપતા ખુલ્લી હવામાં લહેરાતા ધ્વજનો વીડિયો શેર કર્યો હતો.
અનુપમ ખેરે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે- ‘સ્વતંત્રતા દિવસ પર તમને બધાને અભિનંદન અને શુભેચ્છાઓ. આજે આપણી આઝાદી માટે, આપણા ભૂતકાળમાં ઘણા જાણીતા અને અજાણ્યા લોકો દ્વારા બલિદાન આપવામાં આવ્યા છે. તેમને યાદ કરવા ખૂબ જ જરૂરી છે