આપણું ગુજરાત

ગુજરાતનો આ પ્રદેશ 15મી ઓગષ્ટ 1947એ હતો ગુલામ! આઝાદી મળી છેક….

જુનાગઢ: આજે 15મી ઓગષ્ટના રોજ દેશ પોતાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ માનવી રહ્યું છે જો કે આ દરમિયાન ગુજરાતનો એક મોટો ભાગ એવો હતો કે જે આજે મુજવણમાં હતો કે તેઓ ભારતના નાગરિકો બનશે કે પાકિસ્તાનના. આ મૂંઝવણનો સામનો કરી રહેલ પ્રદેશ હતો સૌરાષ્ટ્રનો જુનાગઢ. કારણ કે જુનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન ત્રીજાએ જુનાગઢનું ભારત સાથેનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું.

વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જુનાગઢમાં આઝાદી સમયે બાબી વંશનું શાસન હતું અને બાબી વંશના રાજવી મહાબત ખાન ત્રીજા ગાદી પર હતા. પરંતુ નવાબના દિવાન સર શાહનવાઝ ભૂટ્ટોની ગેરદોરવણીમાં આવીને નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી. બહુમતી પ્રજા હિંદુ હોવા છતાં મોહમ્મદ અલી જિનહાએ પોતાની મેલી મુરાદ સંતોષવા માટે આ જોડાણને માન્યતા પણ આપી હતી. આથી 15 મી ઓગષ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું તેની સાથે સૌરાષ્ટ્રના તમામ દેશી રાજ્યો આઝાદ થયા હતા પરંતુ જુનાગઢ હજુ પણ નહિ ગુલામ નહિ આઝાદ જેવી અસમંજસ ભરી સ્થિતીમાં હતું.

જુનાગઢ અને એની ઉપરાંત તેની આજુબાજુના ત્રણ મુસ્લિમ રજવાડા એટલે કે, માંગરોળ, સરદારગઢ, માણાવદર અને બાટવા આ પણ મુસ્લિમ નાના મોટા રજવાડા હતા. શરૂઆતમાં માંગરોળના શેખે પાકિસ્તાન નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ભળી જવા જાહેરાત કરેલી પરંતુ પાછળથી કોઈ કારણસર માણાવદર બાટવા સરદારગઢ અને માંગરોળ પણ નવાબની સાથે પાકિસ્તાનમાં ભળે છે. પરતું સાવ નાનું એવું નગર પાજોદ કે તેણે હિન્દુસ્તાનમાં ભળવાની જાહેરાત કરી.

આ પણ વાંચો :મોદીએ પોતાના 98 મિનિટના ભાષણથી બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.

આમ 1947 ની 15મી ઓગષ્ટના દેશ આઝાદ થયો અને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો પરંતુ બીજી બાજુ નવાબ અને ભુટ્ટોના પાકિસ્તાન પ્રેમના લીધે જુનાગઢનું કોકડું ગૂંચવાયું હતું. આ વિવાદના દીવાન ભુટ્ટોએ કોઈપણ પ્રતિનધિને નવાબ સાથે મળવા નહિ દેવામાં આવ્યા નહિ. કોઈપણ સંજોગોમાં શક્ય ન હોવા છતાં જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ યથાવત રાખવાની જીદના લીધે મુંબઈથી જુનાગઢની આઝાદી માટેની ચળવળ શરૂ કરવામાં આવી જે હતી “આરઝી હકુમત”. તેણે સૌરાષ્ટ્ર આવીને જુનાગઢ રાજ્યને લડત આપીને અંતે નવાબ અને દીવાનની મેલી મુરાદને પૂર્ણ ન થવા દીધી અને 84 દિવસ બાદ 4 નવેમ્બરના રોજ જુનાગઢ સ્ટેટમાં આઝાદીનો સૂર્યોદય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button