આમચી મુંબઈ

થાઈલેન્ડથી આવેલા બાપ્પાનું મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન…

મુંબઈ: આજે અનંત ચતુર્થીનાના દિવસ ગિરગાંવ ચોપાટી પર મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપ્પાને વિદાય આપવા ઉમટી પડે છે. પરંતુ આજે આપણે અહી કેટલાક એવા ખાસ મહેમાનો વિશે વાત કરીશું કે જેઓ ખાસ થાઈલેન્ડથી મુંબઈ બાપ્પાને વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા અને તેમણે તેમની સાથે લાવેલા ગણપતિ બાપ્પાની મૂર્તિનું ચોપાટી ખાતે વિસર્જન પણ કર્યું હતું.

અહીંયા તમારી જાણ માટે કે દર વર્ષે ભારતની જેમ જ થાઈલેન્ડમાં પણ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.


ગણપતિ બાપ્પામાં આસ્થા ધરાવતા આ વિદેશી મહેમાનો અનંત ચતુર્થીના દિવસે મુંબઈ આવી પહોંચ્યા હતા.
થાઇલેન્ડની વાત કરીએ તો ત્યાં મુખ્યત્વે બૌદ્ધ ધર્મનું પાલન કરવામાં આવે છે પણ અહીં બાપ્પાના ભક્તોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. થાઈલેન્ડમાં દર વર્ષે ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશની મૂર્તિ સ્થાપિત કરીને ભગવાન ગણેશની ખૂબ જ ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે.


પરંતુ તેમ છતાં ગણેશોત્સવની મુંબઈ જેવી રોનક તો કોઈ જગ્યાએ જોવા નથી મળતી.


પરિણામે આ વર્ષે થાઈલેન્ડના કેટલાક ભક્તોએ ગણેશ વિસર્જનમાં હાજરી આપવા માટે મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું અને આ વિદેશી મહેમાનો ગુરુવારે થાઈલેન્ડથી મુંબઈની ગિરગાંવ ચોપાટી પર પહોંચી ગયા હતા. એટલું જ નહીં પરંતુ વિસર્જન માટે તેઓ થાઈલેન્ડથી ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ મુંબઈ લઈ આવ્યા હતા.


થાઈલેન્ડથી મુંબઈ આવેલા આ ગણેશ ભક્તોએ મુંબઈમાં ગણેશની શોભાયાત્રાનો આનંદ માણ્યો હતો અને ગિરગાંવ ચોપાટી પર લાવેલી ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું હતું.


જોકે, આવું બીજી વખત થયું છે કે જ્યારે તેઓ થાઈલેન્ડથી ગણેશ વિસર્જન માટે મુંબઈ આવ્યા હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button