ભારતીય થાળીની વાત કરીએ તો તેમાં અથાણા, સલાડથી લઈને છેલ્લે પીવાથી છાશ સુધીની તમામ વસ્તુઓનું આગવું મહત્ત્વ હોય છે

જો આ થાળીમાં એક પણ વસ્તુ ઓછી હોય તો ભોજન અધુરૂ જ ગણાય છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી અણગમતું શાક કયું છે? 

દરેકની પસંદ-નાપસંદ આમ તો અલગ અલગ હોય છે, પણ જો વાત સૌથી વધુ અણગમતા શાકની હોય તો તે કદાચ એક જ છે

જેના વિશે આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ-

જોકે, આ વિશે સચોટ જવાબ આપવો થોડો મુશ્કેલ છે, પણ ઘણા લોકો માને છે કે કારેલાં આ લિસ્ટમાં ટોપ પર છે

કારેલાને નાપસંદ કરવાનું સૌથી મોટું કારણ તેનો કડવો સ્વાદ છે, જે ઘણા લોકોને પસંદ નથી હોતો.

આ સિવાય કેટલાક લોકોને તેની વિચિત્ર બનાવટ પણ પસંદ નથી હોતી, પણ કારેલા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, એ હકીકત છે

કારેલા બ્લડ સુગરને કન્ટ્રોલ કરે છે, કારેલા પાચનને સુધારવામાં મદદ કરે છે તેમ જ વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે

આ સિવાય બીજા અણગમતા શાકમાં રીંગણા બીજા નંબરે આવે છે 

જ્યારે કાંદા ત્રીજા નંબરે આવે છે, અનેક લોકોને ડુંગળીનો સ્વાદ અને ગંધ પસંદ નથી હોતી

જોકે, શાકભાજીના સ્વાદ વિશેનો અભિપ્રાય તદ્દન વ્યક્તિગત છે

આપણામાંથી અનેક લોકોને કારેલાં ખૂબ જ પસંદ હોય છે અને એમને બીજા શાકભાજી ગમતા નથી ભાવતા હોત, જે કદાચ આપણને ગમતા હોય