નેશનલ

Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”

નવી દિલ્હી: 78 માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 11મી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધી ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસે પણ રાહુલની બેઠકને લઈને સવાલો કર્યા છે.

વાત કરવામાં આવે તો ઓલિમ્પિક મેડલ વિજેતાઓ રાહુલથી આગળ બેઠેલા જોવા મળ્યા હતા. તે જે હરોળમાં બેઠા હતા, ત્યાં તેમની સાથે હોકી ટીમના કેટલાક ખેલાડીઓ પણ બેઠા છે. રાહુલની પાછળ વધુ બે હરોળ હતી, જેમાં બીજા કેટલાક મહેમાનો બેઠા છે. નોંધવા જેવી બાબત એ છે કે 10 વર્ષમાં પહેલીવાર કોઈ વિપક્ષી નેતા લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમને પાછળ બેસાડતા વિવાદ થયો છે. જો કે આ સમગ્ર મામલે સરકાર તરફથી નિવેદન પણ સામે આવ્યું છે.

રાહુલ ગાંધીને પાછળ બેસાડવા પર કોંગ્રેસે સરકાર પર આરોપો લગાવ્યા છે કે કાર્યક્રમમાં પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ વિવેક ટંઢાએ કહ્યું કે, “રક્ષા મંત્રાલય આટલું ખરાબ વર્તન કેમ કરી રહ્યું છે? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચોથી હરોળમાં બેઠા છે. વિપક્ષના નેતાનું પદ કોઈપણ કેન્દ્રીય મંત્રીથી મોટું છે. લોકસભામાં વડાપ્રધાનની બાદ વિરોધપક્ષના નેતાનું પદ આવે છે, રાજનાથસિંહજી તમે સંરક્ષણ મંત્રાલયને રાષ્ટ્રીય કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાની મંજૂરી કેવી રીતે આપી શકો? તામારી પાસેથી આવી આશા નહોતી.

આરોપો બાદ સરકારે રાહુલ ગાંધીના બેસવાની સ્થિતિને લઈને થઈ રહેલી રાજનીતિનો પણ પ્રત્યુતર આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ વખતે આગળની હરોળ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને ફાળવવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસવું પડ્યું હતું. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આયોજન અને તેની બેઠકનું આયોજન કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ વખતે કેટલાક કેન્દ્રીય મંત્રીઓએ પણ પાછળ બેસવું પડ્યું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button