નેશનલ

મોદીએ પોતાના 98 મિનિટના ભાષણથી બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચી પરથી 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ સરેરાશ 82 મિનિટનું હોય છે – જે ભારતના ઈતિહાસમાં કોઈપણ અન્ય વડાપ્રધાન કરતાં લાંબુ છે. ગુરુવાર પહેલાંનું તેમનું સૌથી લાંબુ સ્વતંત્રતા દિવસનું ભાષણ 2016માં 96 મિનિટનું હતું, જ્યારે તેમનું સૌથી નાનું ભાષણ 2017માં હતું જ્યારે તેમણે લગભગ 56 મિનિટ સુધી દેશની જનતાને સંબોધિત કરી હતી.

78માં સ્વતંત્રતા દિવસે, મોદી એવા વડાપ્રધાન પણ બન્યા કે જેમણે સતત 11મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો અને આ બાબતમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને પણ પાછળ છોડી દીધા. મનમોહન સિંહે 2004થી 2014 દરમિયાન 10 વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. પૂર્વ વડા પ્રધાન નહેરુએ 17 વાર અને ઇન્દિરા ગાંધીએ 16 વાર સ્વતંત્રતા દિવસનુ ભાષણ આપ્યું હતું. હવે પીએમ મોદી ત્રીજા સૌથી વધુ વાર (11 વાર) ભાષણ આપનારા પીએમ બની ગયા છે. મોદીએ 2014માં તેમનું પ્રથમ સ્વતંત્રતા દિવસ ભાષણ આપ્યું હતું, જે 65 મિનિટ સુધી ચાલ્યું હતું. 2015માં તેમનું ભાષણ લગભગ 88 મિનિટ ચાલ્યું હતું. પીએમ તરીકે મોદીનું આજે 11મું સંબોધન હતું અને તેમના ત્રીજા કાર્યકાળનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમનું પ્રથમ સંબોધન હતું.

2018માં મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી 83 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. ત્યારબાદ, 2019 માં, તેમણે લગભગ 92 મિનિટ સુધી વાત કરી, જે તેમની બીજી સૌથી લાંબી વાત હતી. 2020માં મોદીનું સ્વતંત્રતા દિવસનું સંબોધન 90 મિનિટ સુધી ચાલ્યું હતું. 2021માં તેમનું સ્વતંત્રતા દિવસનું ભાષણ 88 મિનિટ ચાલ્યું હતું અને 2022માં તેમણે લગભગ 74 મિનિટ ભાષણ કર્યું હતું. ગયા વર્ષે મોદીનું ભાષણ 90 મિનિટનું હતું.અને આજે હવે પીએમ મોદીએ 98 મિનિટ સુધી દેશની જનતા સાથે સંવાદ સાધ્યો હતો. મોદી પહેલા, 1947માં જવાહરલાલ નેહરુ અને 1997માં આઈકે ગુજરાલના ભાષણો અનુક્રમે 72 અને 71 મિનિટના સૌથી લાંબા ભાષણો હતા.

| Also Read: Independence Day Special: દેશદાઝથી પ્રેરિત યુવકે 631 શહીદના નામ શરીર પર ત્રોફાવ્યાં

નેહરુ અને ઈન્દિરાએ અનુક્રમે 1954 અને 1966માં 14 મિનિટના રેકોર્ડમાં સૌથી નાનું ભાષણ આપ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાનો મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીએ પણ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના કેટલાક ટૂંકા ભાષણો આપ્યા હતા.
2012 અને 2013માં મનમોહન સિંહનું ભાષણ અનુક્રમે 32 અને 35 મિનિટ ચાલ્યું હતું. 2002 અને 2003માં વાજપેયીના ભાષણો 25 અને 30 મિનિટ જેટલા ટૂંકા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ