નેશનલસ્પોર્ટસ

15 રૂપિયામાં મેડલ ખરીદી લો… બજરંગ પુનિયાએ કોને નિશાન બનાવ્યું

ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેના નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આની સામે તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)નો સંપર્ક કર્યો હતો. બુધવારે 14 ઓગસ્ટના રોજ કોર્ટમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી તેના સાથી રેસલર બજરંગ પુનિયાએ X પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે વિનેશને દેશનો કોહિનૂર હિરો ગણાવી છે. બજરંગ પુનિયાએ એમ પણ કહ્યું હતું કે જેને મેડલ જોઈતો હોય તે તેને 15 રૂપિયામાં ખરીદી શકે છે. બજરંગે કહ્યું હતું કે, “એનો મતલબ એ છે કે આ અંધકારમાં તમારો મેડલ છીનવાઈ ગયો હતો, પરંતુ આજે તમે આખી દુનિયામાં હીરાની જેમ ચમકી રહ્યા છો. તમે વિશ્વ ચેમ્પિયન છો, ભારતનું ગૌરવ છો, રૂસ્તમે હિંદ વિનેશ ફોગાટ તમે દેશનો કોહિનૂર છો. પૂરી દુનિયામાં તમારા નામનો જયજયકાર થઇ રહ્યો છે. હવે જેને મેડલ જોઇતો હોય એ 15-15 રૂપિયામાં ખરીદી લો. બજરંગે આ વાત રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ પર નિશાન સાધતા જણાવી હતી.

બ્રિજભૂષણ શરણ સિંહ સામે આંદોલન કરતા સમયે રેસલરોએ મેડલ પાછા આપવાની વાત કરી હતી. ત્યાર બાદ બ્રિજભૂષણનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મેડલને 15 રૂપિયાનો જણાવી રહ્યા હતા. તેમના આ નિવેદનને લઇને બજરંગ પુનિયાએ એ સમયે પણ WFIના પૂર્વ અધ્યક્ષપર નિશાન સાધ્યું હતું. હવે વિનેશની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમણે ફરી એક વાર બ્રિજભૂષણ શરણ સિંહના એ વીડિયોની યાદ અપાવી દીધી છે.

આ પણ વાંચો : CAS એ વિનેશ ફોગાટની અપીલ નકારી, IOAએ વધુ કાયદાકીય લડત આપશે

પેરિસ ઓલિમ્પિકમાં ગયા અઠવાડિયે બુધવારે સવારે, વિનેશને મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઇનલ પહેલા વજનના ધોરણો પૂરા ના કરવા બદલ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. તેનું વજન સામાન્ય કરતાં 100 ગ્રામ વધુ હતું. ગોલ્ડ મેડલ માટે તેને અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ટ સાથે સ્પર્ધા થવાની હતી. આ પછી તેણે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)નો સંપર્ક કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ