વેપાર

આયાતી તેલમાં મિશ્ર વલણ, અંદાજે એક હજાર ટન આરબીડી પામોલિનના વેપાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૩૮ સેન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લગભગ ૫૫ રિંગિટ સુધીનો ઘટાડો આવ્યા બાદ શિકાગો વાયદાના પ્રોજેક્શનમાં સુધારાતરફી વલણ જોવા મળતાં સત્રના અંતે મલયેશિયન પામતેલનો વાયદો ૩૫ રિંગિટના સુધારા સાથે બંધ રહ્યો હતો. તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે શિકાગો વાયદાના પ્રોજેક્શનમાં પણ ૩૬ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો.

જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે ક્રૂડ પામતેલ અને આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ અનુક્રમે રૂ. પાંચ અને રૂ. ત્રણનો સુધારો અને સન ક્રૂડ, સોયા રિફાઈન્ડ તથા સોયા ડિગમમાં અનુક્રમે રૂ. ૧૦, રૂ. પાંચ અને રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સન રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું.

એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે ડાયરેક્ટ ડિલિવરીમાં આરબીડી પામોલિનના અંદાજે ૧૦૦૦ ટનના વેપારો ગોઠવાયા હતા. જેમાં મુખ્યત્વે રૂચીના ઑગસ્ટ ડિલિવરી શરતે રૂ. ૯૧૩થી ૯૧૪માં અને સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. ૯૧૪થી ૯૧૫માં, અલાનાના ઑગસ્ટ ડિલિવરી શરતે રૂ. ૯૧૬માં, ગોલ્ડન એગ્રીના રૂ. ૯૧૮માં અને રિલાયન્સના રૂ. ૯૧૪માં થયા હતા.

હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૫થી ૯૧૬, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૦, સોયા ડિગમના રૂ. ૮૮૫, સન રિફાઈન્ડના રૂ. ૯૫૫, સન ક્રૂડના રૂ. ૯૦૦, સિંગતેલના રૂ. ૧૫૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૫ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર ૧૦ કિલોદીઠ વૉશ્ડ કૉટન અને સિંગતેલના વેપાર અનુક્રમે રૂ. ૯૧૦થી ૯૧૫માં અને રૂ. ૧૫૨૫માં થયા હતા, જ્યારે તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૪૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૬૫,૦૦૦ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૧૦૦થી ૪૩૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૩૦૦થી ૪૩૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૭થી ૯૩૦માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button