પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૫-૮-૨૦૨૪ પારસી નૂતન વર્ષારંભ
ભારતીય દિનાંક ૨૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૦
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧લો હોરમજદ ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૨-૫૨ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૨-૫૨ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૦૮-૪૩, રાત્રે ક. ૧૯-૨૨
ઓટ: બપોરે ક. ૧૪-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૩ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – દસમી. ભારતીય સ્વાતંત્ર્ય દિન, ઝુલન યાત્રા પ્રારંભ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૦૮, વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૨-૫૨ પારસી નૂતન વર્ષ ૧૩૯૪ પ્રારંભ, પારસી ૧લો ફરવરદીન માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ઈન્દ્રદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા. બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, ચંદ્રબળ જોઈ વાહન, યંત્ર પ્રારંભ, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, શેમળાની સમીધાથી બુધ ગ્રહ દૃેવતાનો હવન કરવો, મહત્ત્વના અધૂરા કામકાજ પૂર્ણ કરવા માટે નિર્ણયનો અમલ કરવો. પરિવારને ઉપયોગી કામકાજમાં રુચિ દાખવવી, જૂના અધૂરા પરિવારના કામકાજ પૂર્ણ કરવા વડીલોને ઉપયોગી થવું, વિશિષ્ટ પ્રકારની યોજના કરવી.
શ્રાવણ મહિમા: શિવપૂજા સ્ત્રી-પુરુષ, નાના-મોટા, યુવા વૃદ્ધ સર્વને માટે મહિમાવંત છે. દરેક વર્ણને માટે છે. શિવપૂજા પ્રત્યેક ગામેગામ થતી જોવામાં આવે છે. પ્રત્યેક ગામોમાં પ્રાચીન શિવમંદિરો જોવામાં આવે છે. શિવમંદિર એ સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક છે. શિવ એટલે સર્વ પંચતત્ત્વ અને સર્વશક્તિઓના અધિષ્ઠાતા દેવ શિવમાં શક્તિ છે. શક્તિમાં શિવ છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકપ્રિય, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અવ્યવહારું, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિ પ્રતિભા ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક /સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button