લાડકી

એડ સમ ફ્રિલ

ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર

ફ્રિલ એટલે ગાર્મેન્ટમાં મૂકવામાં આવતું એક એક્સ્ટ્રા એલિમેન્ટ. ફ્રિલ એટલે કોઈ પણ ફેબ્રિકને અમુક માપમાં કાપીને તેને ગેધર કરવામાં આવે અથવા તો નાની નાની પ્લીટ લઈને તેને એક સાથે સ્ટીચ કરવામાં આવે તેને ફ્રિલ કેહવાય. ફ્રિલની સાઈઝ ગારર્મેન્ટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. નાના બાળકોના કપડાથી લઈને મોટાઓના કપડામાં ફ્રિલનો વપરાશ થાય છે. કોઈ પણ ગાર્મેન્ટમાં ફ્રિલ એડ થવાથી તે ગાર્મેન્ટને એક વોલ્યુમ મળે છે, એક ફેમિનિઝમ એડ થાય છે. ફ્રિલ વેસ્ટર્ન વેરમાં તો હોય જ છે, પરંતુ ઇન્ડિયન વેર, બ્લાઉઝ અને નાઈટ ડ્રેસમાં પણ મૂકવામાં આવે છે. તેમ જ દુપટ્ટા, સાડી કે સ્ટ્રોલમાં પણ જોવામાં આવે છે.
શોર્ટ્સ/ટીશર્ટ્સ – શોર્ટ્સની હેમલાઈનમાં હાલ્ફ ઇંચ કે ૧ ઇંચની ફ્રિલ નાખવામાં આવે છે. ઘણી વખત સેમ કલરની શોર્ટ્સ સાથે સેમ કલરની જ ફ્રિલ નાખવામાં આવે છે જેમકે બ્લુ કલરની શોર્ટ્સ હોય તો બ્લુ કલરની જ ફ્રિલ નાખવાની અથવા કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશનો ઉપયોગ થાય છે જેમકે, પિન્ક કલરની શોર્ટ્સ સાથે પ્લેન કલરની ફ્રિલ અથવા પ્રિન્ટેડ રાની કલરની ફ્રિલ નાખવમાં આવે છે.

શોર્ટ્સના જે પોકેટ હોય છે તેની આઉટિંગ પર પણ હાલ્ફ ઇંચની ફ્રિલ નાખી શોર્ટના લુકને એન્હાન્સ કરવામાં આવે છે. ટી-શર્ટ મોટાભાગે હોઝિયરી ફેબ્રિકમાં હોય છે અને હોઝિયરી ફેબ્રિકમાં ફ્રિલ એ બહુ કોમન છે. જો સ્લીવલેસ ટી-શર્ટ હોય તો આર્મહોલ રાઉન્ડમાં હાફ ઇંચની ફ્રિલ નાખવામાં આવે છે. અથવા તો કોલર આપીને કોલરના કોર્નર પર ફ્રિલ હોય છે. ટી-શર્ટની હેમલાઈનમાં ફ્રિલ હોય છે. ઘણી વખત ફ્રીલના લેયર્સ આપવામાં આવેલ હોય છે. ફ્રિલ નાખવાથી ઓવર ઓલ લુકને એક વોલ્યુમ મળે છે.

સ્કર્ટ્સ – સ્કર્ટ્સ ઘણા પ્રકારના આવે છે. લેન્થમાં પણ વેરિયેશન જોવા મળે છે અને ફેબ્રિક વાઇસ પણ વેરિયેશન આવે છે. સ્કર્ટની હેમલાઈનમાં ફ્રિલ હોય છે, ફ્રિલની સાઈઝ કઈ રાખવી તે સ્કર્ટના ફેબ્રિક અને તેની પેટર્ન પર આધારિત છે. ઘણી વખત સ્કર્ટમાં અનઇવન હેમલાઇન હોય છે અને સ્કર્ટની હેમલાઈનમાં ફ્રિલ હોય છે. ઘણી વખત આખું હોઝિયરી સ્કર્ટ ફિટિંગવાળું હોય છે, સ્કર્ટની લેન્થ અબવ ની રાખવામાં આવે છે. અને સ્કર્ટમાં જે સાઈડની સિલાઈ હોય તેમાં ફ્રિલ મૂકવામાં આવે છે. એન્કલ લેન્થ સ્કર્ટ્સમાં ઘેરો આપવામાં આવે અને તેમાં ૬ ઇંચ થી લઈને ૮ ઇંચની ફ્રિલ મૂકવામાં આવે છે. આ ફ્રિલ મૂકવાથી થોડો ઘેરામાં પણ વધારો થાય છે. ઘણી વખત સ્કર્ટ્સમાં ફ્રિલના લેયર્સ હોય છે. લેયર્સની સાઈઝ સ્કર્ટ્સની લેન્થ પ્રમાણે રાખવામાં આવે છે. આ પેટર્નમાં લેયર્સ ફલોઈન્ગ ફેબ્રિકમાં હોય છે જેથી તેનો લૂક બરાબર આવે. સ્કર્ટ ભલે કોઈ બીજા ફેબ્રિકમાં હોય પરંતુ જયારે લેયર્સ કરવાના હોય ત્યારે ફલોઈન્ગ ફેબ્રિક વાપરવામાં આવે છે.

ટોપ્સ – એમ કહી શકાય કે વેસ્ટર્ન ટોપ્સ તો ફ્રિલ વગર અધૂરા છે. વેસ્ટર્ન ટોપ્સમાં ફ્રિલનો સૌથી વધારે વપરાશ સ્લીવ્ઝની પેટર્ન કરવા માટે થાય છે. શોર્ટ સ્લીવ્ઝ હોય તો સ્લીવ્ઝની લેયરિંગમાં ફ્રિલનો ઉપયોગ થાય છે. જો થ્રિ ફોર્થ કે ફૂલ સ્લીવ્ઝ હોય તો સ્લીવ્ઝની હેમલાઈનમાં ફ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે. ટોપ્સની નેક લાઈનમાં ટોપ્સની પેટર્ન પ્રમાણે ફ્રિલનો ઉપયોગ થાય છે. ડ્રોપ શોલ્ડર પેટર્નમાં માત્ર બસ્ટએરિયા પર ફ્રિલ એક અલગ જ લૂક આપે છે. ટોપ્સમાં ફ્રિલનો ઉપયોગ બહુ કોમન છે, પરંતુ અનકોમન લૂક સાથે ફ્રિલ અલગ જ લૂક આપે છે જેમકે, વન સાઈડ ઓફ શોલ્ડર હોય અને બીજી સાઈડ પર સ્લીવ હોય તો તે સ્લીવ્ઝ પર ફ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ટોપ્સ યન્ગ યુવતીઓ કે જેમનું શરીર સુડોળ છે તેઓ પર વધારે સારા લાગે છે.

ઇન્ડિયન ડ્રેસ -ઇન્ડિયન ડ્રેસમાં ફ્રિલનો ઉપયોગ ખૂબ જ કાળજી માગી લે છે. જો ફ્રિલને બરાબર પ્લેસમેન્ટ ન આપવામાં આવે તો ઓવરઓલ લૂક ખૂબ જ ખરાબ લાગે છે. ઇન્ડિયન ડ્રેસ એટલે કે કુર્તામાં ફ્રિલનો ઉપયોગ મોટા ભાગે સ્લીવ્ઝમાં થાય છે. જો કોટન ડ્રેસ હોય તો જ્યાં સ્લીવ્ઝ પૂરી થાય ત્યાં ફ્રિલ મૂકવામાં આવે છે. અથવા તો દુપટ્ટામાં ફ્રિલ મૂકવામાં આવે છે. ઘણી વખત ની લેન્થની કુર્તી હોય છે અને જ્યાં કુર્તી પૂરી થાય ત્યાં ફ્રિલ
હોય છે.

ફ્રિલવાળા ઇન્ડિયન વેર પહેરવા માટે ચોક્કસ ફેબ્રિક અને પેટર્નની જરૂર હોય છે. ફ્રિલ એડ કરવાથી ગારર્મેન્ટને એક ડેલિકસી મળે છે. તેથી ખાસ કરીને ઇન્ડિયન વેરમાં ફ્રિલ એડ કરવા પહેલા ઘણા ફેક્ટર્સ ધ્યાનમાં લેવા પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button