ઇન્ટરનેશનલ

હદ છે, ભારતની પ્રગતિ જોઈ નથી શકતું એટલે ચીન ગમે તેવું જુઠાણું ચલાવે છે…

ચીનના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં કે તેના આસપાસના વિસ્તારમાં ક્યાંય ઉતર્યું નહોતું. ભારતની આ સફળતા પર ક્યારેય કોઈએ પ્રશ્ન કે વિવાદ કર્યો નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ચંદ્રની દૂર બાજુની નજીક સોફ્ટ લેન્ડિંગ માટે ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી.
પરંતુ ચીનના આ વૈજ્ઞાનિકે આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે ભારતીય વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને બે અઠવાડિયા બાદ સુષુપ્ત અવસ્થામાંથી જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ચીની કોસ્મોકેમિસ્ટ ઓયાંગ ઝિયુઆન દ્વારા બુધવારે આ ટિપ્પણી કરવામાં આવી હતી.


ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય ઓઉયાંગે જણાવ્યું હતું કે ‘ચંદ્રયાન-3નું લેન્ડિંગ સાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ન હતું, ન તો ચંદ્રના દક્ષિણ ધ્રુવના ધ્રુવીય વિસ્તારમાં હતું અને ન તો તે એન્ટાર્કટિક ધ્રુવની નજીક હતું.
વૈજ્ઞાનિકનું કહેવું છે કે અમારી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશ વિશે જુદી જુદી ધારણાઓ છે.


સરળ ભાષામાં સમજીએ તો ઈસરો જે વિસ્તારને ચંદ્ર પરનો દક્ષિણ ધ્રુવીય વિસ્તાર કહે છે તેને ચીનના વૈજ્ઞાનિકો નકારી કાઠે છે.


નાસાનો અંદાજ છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર 80 થી 90 ડિગ્રી છે, જ્યારે ઓયાંગે કહ્યું હતું કે તે માને છે કે તે 88.5 થી 90 ડિગ્રી પર પણ આ ક્ષેત્ર નથી.

જો કે હોંગકોંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે ઓયાંગની દલીલને નકારી કાઢી છે

હોંગકોંગ યુનિવર્સિટીની સ્પેસ રિસર્ચ લેબોરેટરીના એક વૈજ્ઞાનિકે ઓયાંગના પાયાવિહોણા દાવાઓને ફગાવી દીધા છે. હોંગકોંગ યુનિવર્સિટીના સ્પેસ રિસર્ચ લેબોરેટરીના ડિરેક્ટર ક્વેન્ટિન પાર્કરે જણાવ્યું હતું કે, ‘જ્યારે તમે દક્ષિણ ધ્રુવની નજીક રોવર લેન્ડ કરો છો, અને ચોક્કસપણે દક્ષિણ ધ્રુવ પ્રદેશ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તે પહેલેથી જ એક મોટી સિદ્ધિ છે. ઉપરાંત તેમને કહ્યું હતું કે ચીન આપની સિદ્ધિઓને પચાવી નથી શકતું એટલે આવા ગતકડા કરે જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે