નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ઈલોન મસ્કનું X ફરી એકવાર ડાઉન થયું, વિશ્વભરના યુઝર્સે મુશ્કેલીઓ અનુભવી

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને માઇક્રોબ્લોગિંગ સાઇટ X ફરી એકવાર આઉટેજ (Outage in X) આવ્યું છે. X ડાઉન થવાને કારણે, વિશ્વભરના લાખો યુઝર્સને પોસ્ટ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે X યુઝર્સને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈલોન મસ્કની માલિકી હેઠળની આ માઇક્રોબ્લોગિંગ સાઇટ X ને વર્ષ 2024 માં ઘણી વખત આઉટેજનો સામનો કરવો પડ્યો છે.

આજે બપોરે લગભગ 1.30 મિનિટે X ડાઉન થવાના સમાચાર મળ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સને તેમની પોસ્ટ માટે એપ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વેબસાઇટ અને ઑનલાઇન સર્વિસના આઉટેજ પર રીઅલ-ટાઇમ વોચ રાખવા વાળી વેબસાઈટ Downdetector.in એ આઉટેજની પુષ્ટિ કરી છે. Downdetector મુજબ, ભારતમાં લગભગ 65% યુઝર્સેએ કહ્યું કે તેઓ વેબ પર x ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને લગભગ 28% લોકોએ અહેવાલ આપ્યો કે તેઓ એપ્લિકેશન પર પોસ્ટ દેખાઈ નથી રહી.

આ પણ વાંચો : ઈલોન મસ્કનો મોટો નિર્ણય, સાન ફ્રાન્સિસ્કોમાં Xની ઑફિસને તાળું મારવામાં આવ્યું

વૈશ્વિક સ્તરે, 65% યુઝર્સને વેબસાઇટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે 29% એપ્લિકેશન યુઝર્સ આઉટેજથી પ્રભાવિત થયા હતા.

હાલમાં, કંપની દ્વારા આ આઉટેજ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. દરમિયાન, લોકોએ ટ્વિટર ડાઉન છે કે કેમ તે તપાસવા માટે પોસ્ટ્સ શેર કરવાનું પણ શરૂ કર્યું છે. કેટલાક લોકોએ આઉટેજ વિશે માહિતી મેળવવા માટે પોસ્ટ પણ શેર કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને…