Partition Horrors Remembrance Day: વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાગલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: આવતી કાલે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Indian Independence Day) ધામધૂમ પૂર્વક ઉજવણી કરવમાં આવશે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો એ પહેલા ભાગલા દરમિયાન થયેલી ભયાનક હિંસામાં હાજારો લોકોના મોત નિપજ્યા હત્યા. એવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ આજે બુધવારે ભારતના ભાગલાથી પડિત લોકોની વેદનાઓને યાદ કરી અને રાષ્ટ્રમાં એકતા અને ભાઈચારાનાં બંધનને હંમેશા સુરક્ષિત રાખવાનું આહ્વાન કર્યું.
પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે (Partition Horrors Remembrance Day)પર, વડા પ્રધાને કહ્યું, “આજે આપણે એવા અસંખ્ય લોકોને યાદ કરીએ છીએ જેઓ ભાગલાની ભયાનકતાથી પ્રભાવિત થયા હતા અને પીડામાંથી પસાર થયા હતા. વિભાજનથી પ્રભાવિત થયેલા ઘણા લોકોએ તેમના જીવનનું પુનર્નિર્માણ કર્યું અને અપાર સફળતા પ્રાપ્ત કરી. આ તેમની હિંમતને બિરદાવવાનોપણ દિવસ છે, જે મુશ્કેલીઓનો સામનો કરવાની આપણી શક્તિને દર્શાવે છે.”
વડા પ્રધાને વધુમાં કહ્યું કે “ચાલો આજે, આપણે આપણા રાષ્ટ્રમાં એકતા અને ભાઈચારાના બંધનને હંમેશા સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ 1947 માં ભારતના ભાગલા દરમિયાન ભોગ બનેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું કે જે રાષ્ટ્ર તેના ઇતિહાસને યાદ રાખે છે તે તેના ભવિષ્યનું નિર્માણ કરી શકે છે અને એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી શકે છે.
અમિત શાહે x પરની એક પોસ્ટમાં લખ્યું કે “આપણા ઇતિહાસના આ સૌથી ભયાનક સમય દરમિયાન અમાનવીય પીડાઓ સહન કરી, જીવન ગુમાવ્યા અને બેઘર થઈ ગયા એવા લાખો લોકોને પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે પર મારી શ્રદ્ધાંજલિ.”
દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોની યાદમાં મોદી સરકાર 2021થી 14 ઓગસ્ટને ‘પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ તરીકે મનાવી રહી છે.
2021 માં ‘પાર્ટિશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ વિશે જાહેરાત કરતી વખતે, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ દિવસ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં મનાવવામાં આવશે કારણ કે ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય એવી નથી.