અમદાવાદ

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત : વલસાડ બાદ હજીરાથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ: દરિયાકિનારાથી બિનવારસી મળી આવતા ડ્રગ્સના મામલામાં સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાનું નામ જોડાઈ ચૂક્યું છે. ગઇકાલે સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે આજે બીજા દિવસે વલસાડના દાંતી ભાગલના દરિયાકાંઠેથી 21 પેકેટ અને સુરતના હજીરાના દરિયા વિસ્તારમાંથી ચરસના 3 પેકેટ મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના હજીરા બીચ પરથી ખૂબ જ મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ દરિયા કિનારેથી રૂ.1 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તે અફઘાaa હશીશ હોવાનું જાણવા મળ્યું છે. SOGએ હશીશનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં ઈન્શ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી કરાઈ

ગઇકાલે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી લગભગ 10 પેકેટ બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યારે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા નજીકથી પણ ત્રણ પેકેટ અફઘાની ચરસ મળી આવતા પોલીસમાં દોડધામ મચી હતી. વલસાડમાં દરિયાકાંઠે મળી આવેલા ચરસ બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હજીરા સહિત અન્ય દરિયાકાંઠા વિસ્તાર પર પેટ્રોલિંગ હાથ ધરાઈ હતી તે દરમિયાન એસઓજીની ટીમને અફઘાની ચરસ મળી આવેલ છે. જે અંગેની તપાસ હાલ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે સામાન્ય બની રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે મળી આવેલા ડ્રગ્સ બાદ ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ-ચરસનું જાણે એપી સેન્ટર બની ગયું હોય તેમ આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આજે વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસ મળ્યું છે તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button