સર્વોચ્ય અદાલત દ્વારા ગુજરાત હાઇકોર્ટના ત્રણ નવા જજના નામ પર મંજૂરી
ગુજરાતમાં ત્રણ નવા જજોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટના ત્રણ વકિલોના નામની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ અને અન્ય બે જસ્ટિસથી બનેલા કોલેજીયમે સંજય જયેન્દ્ર ઠાકર, દીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જીતેન્દ્ર શેલતની નુમણૂક કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અન્ય બે વરિષ્ઠ સાથી જજો સાથે પરામર્શ કરીને 22 ડિસેમ્બરે જજ તરીકે નિમણૂક માટે આ ત્રણ વકીલોના નામની ભલામણ કરી હતી. સુપ્રિમ કોર્ટ કોલેજિયમે નોંધ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલે આ ભલામણ પર પોતાનો કોઇ અભિપ્રાય નથી આપ્યો.
હાઇકોર્ટ માટે નવા જજોની નિમણૂક માટે ચાર જજોમાંથી ત્રણ જજોએ નિમણૂક અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે જ્યારે અન્ય એક જજે કોઇ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરના પેરા 14નો ઉપયોગ કરીને ઉપરોક્ત ભલામણને આગળ ધપાવી છે. જેમાં બંધારણીય અધિકારીઓની નિર્ધારિત સમયમર્યાદામાં નિમણૂકને લઈને પ્રાવધાન કરવામાં આવ્યું છે.
52ની મંજૂર સંખ્યા ધરાવતી ગુજરાત હાઈકોર્ટ હાલમાં 29 જજો સાથે કાર્યરત છે, જેમાં 23ની ખાલી જગ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવતા નવા જજ હાઇકોર્ટને જજ મળશે. જેમાં ત્રણ જજોને નિમણૂક મળશે. 1) સંજય જયેન્દ્ર ઠાકર, 2) દીપ્તેન્દ્ર નારાયણ રાય અને 3) મૌલિક જીતેન્દ્ર.