બોલ્ડ બ્રાઉન ડ્રેસમાં દિશાની તસવીરોએ મચાવી ધમાલ
મુંબઈ: મોંઘેરા સેલિબ્રિટીઝના શોખ પણ મોંઘા જ હોય અને તેમની જીવનશૈલીની વાત કરીએ કે ખાણી-પીણી કે રહેવાની-પ્રવાસ કરવાની વાત કરીએ, દરેકમાં લક્ઝરી તો આપણને દેખાય જ. કોઇને કરોડો રૂપિયાની ઘડિયાળનો શોખ હોય છે તો કોઇને મોંઘાદાટ શૂઝનો. હાલમાં જ આવી એક સેલિબ્રિટીઝ પોતાના અત્યંત એક્સ્પેન્સિવ ડ્રેસના કારણે ચર્ચામાં છવાયેલી છે.
આપણે વાત કરી રહ્યા છીએ એમ. એસ. ધોનીના જીવન આધારિત બનેલી ફિલ્મમાં પોતાના અભિનયથી લોકો પર જાદુ કરીને નેશનલ ક્રશનું બિરુદ મેળવનારી દિશા પટણીની. સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહેતી દિશાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્રાઉન લેસ ડ્રેસ પહેરેલી જોવા મળે છે, જે તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી, જ્યારે યૂઝરે પણ તેના પર મોહી પડ્યા હોવાની પ્રતિક્રિયા આપી હતી.
આ તસવીરોમાં દિશા જુદા જુદા એન્ગલમાં કેમેરા સામે પોઝ આપેલી દેખાય છે અને અત્યંત ખૂબસૂરત દેખાય છે. જોકે દિશાની ખૂબસૂરતી ઉપરાંત આ તસવીરોમાં ધ્યાન ખેંચનારી વધુ એક વસ્તુ હતી અને તે હતી દિશાએ પહેરેલો ડ્રેસ.
દિશાએ આ તસવીરોમાં બ્રાઉન સ્ટ્રેપલેસ લેઝ મારા ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસને મેચ થાય તેવો હળવો મેક-અપ કર્યો હતો. જોકે, આ ડ્રેસની ખાસ વાત તેની કિંમત છે. દેખાવમાં અત્યંત આકર્ષક એવા આ ડ્રેસની કિંમત લગભગ પચાસ હજાર રૂપિયા છે.
મળેલી માહિતી અનુસાર આ ડ્રેસની મૂળ કિંમત 47,850 રૂપિયા છે. ડ્રેસની સાથે મેચ થતો એક કફ બ્રેસલેટ પણ દિશાએ પોતાના ડાબા હાથમાં પહેર્યો હતો અને તેની ક્રિપ હેરસ્ટાઇલ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહી હતી.
દિશાની આ તસવીરો જોઇને તેના ચાહકો તો કાયલ બની જ ગયા હતા, પણ સાથે સાથે દિશાની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર એટલે કે બીએફએફ ગણાતી નાગીન સિરિયલ ફેમ મૌની રોય પણ દિશાની પ્રશંસા કરતા પોતાને રોકી શકી નહોતી. તેણે દિશાની આ તસવીરોની નીચે ‘સ્ટનિંગ’ એવી કોમેન્ટ કરી હતી. વન શોલ્ડર મારા ડ્રેસમાં દિશા પટણી પોતાનું ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ હતી અને તેણે કરેલો ગ્લોસ મેક-અપ તેના લૂક પર એકદમ પરફેક્ટ મેચ થઇ રહ્યો હતો