પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૪-૮-૨૦૨૪, પતેતી
ભારતીય દિનાંક ૨૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૯
પારસી શહેનશાહી ગાથા-૫ વહિશ્તોઈશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
અનુરાધા બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ.૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૬-૫૪, સાંજે ક. ૧૭-૫૩
ઓટ: બપોરે ક. ૧૨-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૭ (તા. ૧૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – નવમી. હરિ નવમી, બુધ પૂજન, વિંછુડો, બગીચા નોમ, બકુલ નોમ, પારસી ગાથા-૫ વહિશ્તોઈસ્ત, પારસી પતેતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુ કળશ. સ્વામીનારાયણ મંદિરમાં હરિજયંતી પૂજન, બુધ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિપૂજન, પરદેશગમનનું પસ્તાનું, મુંડન કરાવવું નહીં. પર્વપૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, ચંદ્રબળ જોઈ નવું વાહન, યંત્રારંભ, નિત્ય થતાં દસ્તાવેજ. પશુ લે-વેંચ, દુકાન-વેપાર, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર સ્તોત્ર પાઠ વાંચન.
શ્રાવણ મહિમા: ત્રિનેત્રવાળા રુદ્ર દેવનું પૂજન શ્રાવણમાં થાય છે. શિવજી જગતનું પોષણ કરનારા છે. પાકું ફળ તેના લતા બંધનથી છૂટે છે એટલે કે ડાળીથી છુટી જાય છે તેમ શિવજીની ભક્તિ મૃત્યુના બંધનથી મુક્ત કરે છે. મૃત્યુ સામે વિજય પ્રાપ્ત કરવાનું શીખવે છે.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ જવાબદારીવાળું સ્થાન ભોગવી શકે, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ આળસ પ્રકૃતિ, મંગળ-ગુરુ યુતિ વધારે પડતા આશાવાદી, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ લોહીવિકાર, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવિચારી, ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, મંગળ-ગુરુ યુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૫) ચંદ્ર-જયેષ્ઠા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક /સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button