આપણું ગુજરાત

મુખ્યમંત્રી કરશે નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : શહેર જગમગી ઉઠ્યું

ગાંધીનગર: 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે જવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.

મુખ્યમંત્રી બુધવારે 14 ઓગસ્ટ 2024 સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેવાના છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડીયાદમાં આયોજીત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતીમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ શ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.

મુખ્યમંત્રી 78માં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં 118 કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તા. 15 ઓગસ્ટ 2024, ગુરૂવારે, સવારે 5:58 કલાકે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરીકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.

નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વ નિમિત્તે સરકીટ હાઉસથી ધ્વજવંદન કાર્યક્રમના માર્ગને પણ રોશનીથી સજ્જ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નડિયાદ શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, કલેક્ટર કચેરી,જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, સરકીટ હાઉસ, જૂની કલેકટર કચેરી સરદાર ભવન સહિતની કચેરીઓને શણગારવામાં આવી છે. જિલ્લામાં તાલુકા કક્ષાએ આવેલા સરકારી કચેરીઓમાં પણ રોશની કરવામાં આવી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button