ટોપ ન્યૂઝનેશનલ

Baba Ramdev અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, અવમાનના કેસ બંધ કરાયો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે તરફથી બાબા રામદેવ(Baba Ramdev)અને આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે તેમના વિરુદ્ધ પતંજલિ ઉત્પાદનોને લઈને ચાલી રહેલા અવમાનના કેસને બંધ કરી દીધો છે. પતંજલિ ઉત્પાદનોને લઇને ચલાવવામાં આવતી ભ્રામક જાહેરાતો અને દવાઓ સંબંધિત દાવાઓ અંગે બંને પક્ષો તરફથી બાંયધરી આપવામાં આવી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 2022 માં પતંજલી આયુર્વેદ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો અંગે અરજી દાખલ કરી હતી. આ અવમાનનાનો કેસ એ જ અરજી સાથે સંબંધિત હતો.

આધુનિક ચિકિત્સા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 2022માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદની આધુનિક ચિકિત્સા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જીવનશૈલી વિકૃતિઓ અને અન્ય રોગો માટે ચમત્કારિક ઉપચારનું વચન આપતી પતંજલિની જાહેરાતોએ ‘ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટ, 1954 અને ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1954’ હેઠળ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

| Also Read: Patanjali Products: પતંજલિ આયુર્વેદ સામે કડક કાર્યવાહી, ઉત્તરાખંડ સરકારે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો

અવમાનનાની નોટિસ પાઠવી હતી

જ્યારે સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023 માં પતંજલિને ભ્રામક જાહેરાતો આપવાનું બંધ કરવા કહ્યું હતું. પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ચુકાદાના બીજા જ દિવસે બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરીને ડાયાબિટીસ અને અસ્થમાનો ઈલાજ કરવાનો દાવો કર્યો હતો. આ પછી દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ પાઠવી હતી. જો કે તેમણે કહ્યું હતું કે તે હવે જાહેરાતો રિલીઝ કરવાનું બંધ કરશે. કોર્ટે તેમને હાજર થવા માટે પણ બોલાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button