ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પનું ઈલોન મસ્ક સાથે ઈન્ટરવ્યું, ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જની મજાક ઉડાવી

નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સમાં આ વર્ષાના અંતમાં રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી (US presidential election) યોજાવાની છે, એ પહેલા યુએસમાં રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ફરી વાર ચૂંટણીના મેદાનમાં ઉતારેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump) સતત ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પરત ફર્યા છે. Xના માલિક ઈલોન મસ્કે (Elon Musk) ડોનાલ્ડ ટ્રમ્પનું ઈન્ટરવ્યુ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં કમલા હેરિસ, રશિયા-યુક્રેન યુદ્ધ, મેક્સિકો બોર્ડર ઇસ્યુ, ગાઝા યુદ્ધ, ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.
ડેમોક્રેટ્સની ટીકા કરતાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘બાઈડેનને વ્હાઇટ હાઉસમાંથી બળજબરીથી બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે. તેમને આ ચૂંટણીમાંથી પણ બળજબરીથી બાકાત રાખવામાં આવ્યા છે. કમલા જો બાઈડેન કરતા પણ વધુ અસમર્થ છે.’

X ના સ્પેસ પ્લેટફોર્મ પર તકનીકી ખામીઓને કારણે ઇન્ટરવ્યુ 40 મિનિટના વિલંબ પછી શરૂ થયો હતો. આઉટેજ ટ્રેકર Downdetector એ ઇન્ટરવ્યુ પહેલા શરૂ થતા X યુઝર્સ સર્વિસ યુઝ કરી ન શકતા હોવાનું નોંધ્યું હતું. આ માટે મસ્કે સાયબર અટેકને જવાબદાર ગણાવ્યો હતો. ટ્રમ્પ-મસ્ક ઇન્ટરવ્યુ વિશ્વભરમાંથી 10 લાખથી વધુ લોકોએ લાઈવ સાંભળ્યું હતું.

ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘કમલા હેરિસ બાઈડેનના કાર્યકાળ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ચીફ હતા, આ પછી પણ તેઓ સરહદ સંકટને રોકી શક્યા નહીં. તેઓ બોર્ડર બંધ ન કરી શક્યા, જેના કારણે દુનિયાભરમાંથી ગુનેગારો અમેરિકામાં પ્રવેશી ગયા છે. બીજા દેશોના લોકો આવા લોકોથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમેરિકામાં ડ્રગ ડીલરો આપણી સરહદોમાં ઘૂસી રહ્યા છે. તેઓ દરેક જગ્યાએથી આવી રહ્યા છે.’

ડોનાલ્ડ ટ્રમ્પની ‘હિંમત’ના વખાણ કરતા ઈલોન મસ્કે કહ્યું, ‘બહાદુરી ક્યારેય ખોટી હોતી નથી.’ ઈન્ટરવ્યુ દરમિયાન માસ્કે કહ્યું કે કમલા હેરિસ અને જો બાઈડેન અમેરિકાના દુશ્મનોને ડરાવી શક્યા નથી.

ઇન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી હતી. શી જિનપિંગ અને પુતિન વિશે ટ્રમ્પે કહ્યું કે બંને પોતાના દેશને અલગ રીતે પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે અમેરિકાને બંનેનો સામનો કરવા માટે એક મજબૂત રાષ્ટ્રપતિની જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે બાઈડેનના કારણે જ ચીન, રશિયા અને ઉત્તર કોરિયા એક સાથે આવી ગયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે ટ્રંપે કહ્યું, ‘હું જાણતતો હતો કે યુક્રેન પુતિનના દીલની ખૂબ નજીક છે અને છતાં મેં પુતિનને હુમલો ન કરવાની ચેતવણી આપી હતી. મેં ઈરાન પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી હતી. જો હું રાષ્ટ્રપતિ હોત તો ઈરાન ક્યારેય હિઝબુલ્લાહ કે હમાસની મદદ કરી શક્યું ન હોત.

ડોનાલ્ડ ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જ અંગેની ચિંતાઓની મજાક ઉડાવી, સૂચવ્યું કે સમુદ્રનું સ્તર વધવાથી “વધુ સમુદ્રની મિલકત” ઉપલબ્ધ થશે. 2017 માં પેરિસ આબોહવા સમજૂતીમાંથી ખસી જવાના નિર્ણય પર ઈલોન મસ્કે ટ્રમ્પની પ્રમુખપદની સલાહકાર પરિષદ છોડી દીધી હતી, પરંતુ આ ઈન્ટરવ્યું દરમિયાન તેણે ટ્રમ્પની ટિપ્પણીને પડકારી ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ