મરણ નોંધ

જૈન મરણ

મોરબી નિવાસી હાલ જોગેશ્ર્વરી સ્વ. વિજયાબેન ધીરજલાલ સંઘવીના સુપુત્ર તથા સ્વ. નંદકુંવરબેન નાનાલાલ મોદીના જમાઇ. ભાનુરાય ધીરજલાલ સંઘવી (ઉં. વ. ૮૧) તે સુધાબેનના પતિ. સુવર્ણા અને સુકેતુના પિતાશ્રી. અજિત અને સંગીતાના સસરા. સ્વ. રમેશભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. ભૂપતરાયના નાનાભાઇ તા. ૧૧-૮-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ ભાયંદર નીલાબેન જિતેન્દ્ર ગીરધરલાલ મહેતાના સુપુત્ર કલ્પેશ (કનક) (ઉં. વ. ૪૬) તા. ૧૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મયુરીબેન અતુલ મહેતાના જમાઇ. કોમલના પતિ. આશી, હેતના પિતા. દીપ્તી કેતન મીયાણીના ભાઇ. દીપકભાઇ, પ્રફુલભાઇ, તેમ જ કીર્તીભાઇના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના હીરજી હંસરાજ કક્કા (ઉં. વ. ૮૫) તા. ૧૧-૮-૨૪ના અવસાન પામેલ છે. તે રતનબેન હંસરાજ રવજીના સુપુત્ર. સ્વ. રતનબેનના પતિ. કીરીટ, હીના, તુષારના પિતા. રામજી, દામજી, રતનશી, નાનબાઇના ભાઇ. મો. આસંબીયા રાણબાઇ પુંજા રણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીરજી કક્કા, ૨, કાવેરી, ગ્રીન વ્યુ કોમ્પલેક્ષ, નેન્સી કોલોની, બોરીવલી (ઇ.).
નાના રતડીયાના પાનબાઈ નરશી ગાલા (ઉં. વ. ૮૭) તા. ૧૦-૮-૨૪ ના અવસાન પામેલ છે. રાણબાઇ પ્રેમજીના પુત્રવધૂ. સ્વ. નરશી (શંભુભાઇ)ના પત્ની. મુલચંદ, શશીકાંત, વીણા, હંસાના માતુશ્રી. ભોજાય મોંઘીબાઇ પ્રેમજી ચરવારાના પુત્રી. લખમશી, વિશનજી, વીરચંદ, જયંતીલાલ, લહેરચંદ, અમૃતબેન, પુષ્પાબેનના બહેન. પ્રા. શ્રી સુમતિ ગુર્જર ભવન, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર. ટા. બપોરે ૪ થી ૫.૩૦.
ગેલડાના નાગજીભાઈ ઠાકરશી વોરા (ઉં. વ. ૮૫) તા. ૯.૮.૨૦૨૪ ના મરણ પામેલ છે. રતનબેન ઠાકરશી હંસરાજના સુપુત્ર. સ્વ. ભાનુબેન (ભાણબાઈ)ના પતિ. હરેશ, દીપાના પિતાશ્રી. ગેલડાના વિશનજી ઠાકરશીના ભાઈ. ડેપાના રાણબાઈ તલકશી ખીમજીના જમાઈ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. હરેશ વોરા : એ-૧૨૦૩, રાઈટ ગેલેક્ષી, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ).
જામનગર વિશા ઓશવાળ જૈન
હર્ષવર્ધન કિરણભાઈ શાહ, (ઉં. વ. ૪૭) તે હકુબેન સાકરચંદ શાહના પુત્ર. તે ૧૦ ઑગસ્ટ ૨૦૨૪ના અરિહંતશરણ થયેલ છે. લોકિક વ્યવહાર બંધ છે. ઠે. – ૫, ગ્રીન ફીલ્ડ, ૧૩૪ મહર્ષિ કર્વે માર્ગ, ચર્ચગેટ, મુંબઈ-૨૦
દશા શ્રી હુમડ દિગંબર જૈન સમાજ અને મુમુક્ષુ સમાજ જૈન
ભાવનગર નિવાસી હાલ મુંબઈ સુબોધકુમાર શાહ (ઉં. વ. ૮૪) તે સ્વ. કાન્તિલાલ માણેકચંદ શાહ અને સ્વ. શ્રીમતી લક્ષ્મીબેન શાહના સુપુત્ર. શ્રીમતી મનોરમાબેનના પતિ. સુનિતા અને સ્મિતાના પિતા. બ્રિજેશભાઈ તોલિયા અને તુષારભાઈ શાહના સસરા તા. ૧૧-૮-૨૦૨૪ને રવિવારે દેહ પરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ.સીતાબેન હીરાલાલ દસાડિયાના પુત્ર અતુલ (ઉં. વ. ૭૩) તે ૮/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ.સુરેશભાઈ, સ્વ.દિનેશભાઇ, સ્વ.પદમાબેન સેવંતીલાલ, સ્વ.પ્રેમિલાબેન પ્રવિણચંદ્ર, સ્વ.ભારતીબેન- નિર્મળાબેન દિનેશચંદ્ર, નયનાબેન મહેન્દ્રકુમાર, ઉષાબેન અનીલકુમારના ભાઈ. સ્વ.કોકિલાબેનના દિયર. બીના જયેશભાઇ, મોના હિતેષભાઇના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે. ૪૦૧, નાનુબાઇ નિવાસ, દોલત નગર રોડ ૧૦, બોરીવલી ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button