આમચી મુંબઈ

વિક્રોલીવાસીઓની આ સમસ્યાનો આવશે અંત, પણ ખર્ચમાં વધારો

મુંબઈ: રેલવે ફાટક પાર કરતી વખતે થતા અકસ્માતની ઘટનાને ડામવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા મુંબઈ પાલિકા અને મધ્ય રેલવે દ્વારા ફાટક બંધ કરીને વિક્રોલી રેલવે સ્ટેશન ઉપરથી પસાર થનારો પુલ બાંધવાની શરૂઆત કરી હતી. તેમ છતાં અત્યાર સુધીમાં અમુક કારણોસર આ પુલનું કામ અટકી પડ્યું હતું.

મે, ૨૦૨૪ સુધી પુલ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનું પાલિકાનું લક્ષ્ય હતું. હવે પુલ માર્ચ, ૨૦૨૫ સુધી શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય પુલના બાંધકામમાં થયેલા વિલંબને કારણએ ખર્ચ પણ રૂ. ૩૭,૦૬,૨૪,૦૦૦ પરથી રૂ. ૭૯,૨૦,૩૯,૭૫૮ પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે

વિક્રોલી રેલવે સ્ટેશન નજીક ફાટક હોવાને કારણે લોકો પૂર્વ-પશ્ચિમ તરફની અવરજવર કરતા હતા. વાહનચાલકો પણ આ માર્ગને જ વધુ પસંદ કરતા હતા. રેલવે ફાટક પાર કરતી વખતે રાહદારીઓ અને વાહનચાલકોના થતા અકસ્માતને કારણે પુલ બનાવવાની માગણી સ્થાનિકો દ્વારા થવા લાગી હતી.

તેને ધ્યાનમાં રાખીને ૨૦૧૮માં પાલિકાએ ટેન્ડર બહાર પાડીને આ માટેનું કામ પણ એક કંપનીને સોંપ્યું હતું. મે, ૨૦૧૮માં પુલના કામની શરૂઆત પણ થઇ હતી, પણ પુલના માળખામાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. વિવિધ મંજૂરીઓ મેળવવામાં વિલંબ થયો હતો. ત્યાર બાદ ૨૦૨૦માં ફરી કામની શરૂઆત થઇ હતી, પણ કોરોનાને કારણે કામની ગતિ ફરી ઠંડી પડી હતી.

આ પણ વાંચો: વિક્રોલી સ્ટેશન રોડ પર ફેરિયાઓની ભીડ

રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતા પુલના ભાવનું કામ રેલવે તરફથી, જ્યારે રેલવેની હદની બહારનું કામ પાલિકાની જવાબદારી છે. રેલવેની હદનું કામ ૯૦ ટકા પૂર્ણ થયું છે, જ્યારે પાલિકાનું કામ ૭૫ ટકા પૂર્ણ થયું છે. અત્યાર સુધી ૧૯ ગર્ડરમાંથી ૧૩ ગર્ડર બેસાડવામાં આવ્યા છે. આ પુલ તૈયાર કરવામાં આવ્યા પછી સ્થાનિકો અને વાહનચલાકોને અવરજવર કરવામાં વધુ રાહત થઈ શકે છે, એમ વર્તુળએ જણાવ્યું હતું.

  • Extra Affair - If Raj-Uddhav join hands, both will benefit

    એકસ્ટ્રા અફેર – રાજ-ઉદ્ધવ હાથ મિલાવે તો બંને ફાયદામાં રહેશે

  • ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર...

    ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…

  • Five incidents of suicide and premature death in Kutch

    કચ્છમાં 24 કલાકમા પાંચ જણે અકાળે જીવ ખોયો

  • Kohli won, so the video with Anushka went viral!

    કોહલીએ જિતાડ્યા એટલે અનુષ્કા સાથેનો વીડિયો વાઈરલ થયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button