આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Elections: ફડણવીસે કહ્યું ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા, પણ…

મુંબઈ: ગત લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિનો દેખાવ ખરાબ રહ્યો હતો અને ઘણી બેઠક ગુમાવી હતી. જોકે વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ લોકસભાની ચૂંટણીમાં જે થયું તેનું પુનરાવર્તન નહીં થવા દે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો.

એક મુલાકાત દરમિયાન ફડણવીસને લોકસભામાં મહાયુતિના દેખાવ વિશે અને તેના આગામી વિધાનસભા પર પરિણામ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન જે ભૂલો થઇ હતી તે અમે સુધારી લીધી છે અને તેનું પુનરાવર્તન નહીં થાય. જે વસ્તુ લોકોને પજવી રહી હતી તે સમસ્યાઓ અમે દૂર કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં જે વસ્તુઓ અમારા માટે અવરોધ બની શકી હોત તેને અમે હટાવી દીધી છે.

વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ અને સાથી પક્ષો જ જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે જનતાને ખૂંચી રહેલી વસ્તુઓ અને દૂર કરતા લોકસભાની જેમ જ અમે વિધાનસભાની ચૂંટણી પણ જીતીશું. જો વિપક્ષને લાગતું હોય કે જે મુદ્દાઓ તેમને લોકસભાની ચૂંટણીમાં કામ આવ્યા હતા તે મુદ્દાઓથી તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ ફાયદો થશે તો એમ નથી થવાનું.

આ ઉપરાંત વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવેલા ખોટા પ્રચારનો ફાયદો તેમને નહીં થાય એમ કહેતા ફડણવીસે જણાવ્યું હતું કે વિપક્ષે જે ખોટો નરેટીવ(દુષ્પ્રચાર) ચલાવ્યો તે વિધાનસભાની ચૂંટણીમાં નહીં ચાલે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ

ફડણવીસને મહિલાઓ મોકલાવશે પચ્ચીસ લાખ રાખડી
મહાયુતિની સરકાર દ્વારા રાજ્યની મહિલાઓ માટે લાડકી બહેન યોજના બહાર પાડી પાત્ર અને જરૂરિયાતમંદ મહિલાઓને માસિક 1,500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી તેનાથી રાજ્યની મહિલાઓએ તેમનો આભાર માનવા માટે ફડણવીસને રક્ષાબંધન દરમિયાન રાખડીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. મહિલા મોરચાએ આપેલી માહિતી અનુસાર રાજ્યની મહિલાઓ દ્વારા ફડણવીસને રક્ષાબંધન નિમિત્તે પચ્ચીસ લાખ રાખડીઓ મોકલવામાં આવશે અને લાડકી બહેન યોજના માટે તેમનો આભાર વ્યક્ત કરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button