અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad માં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી 1.70 કરોડનો ગાંજો ઝડપાયો, ડાર્ક વેબનો કરાતો હતો ઉપયોગ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે કસ્ટમ્સ અને પોસ્ટલ વિભાગ સાથે મળીને ફરી એકવાર વિદેશથી આવતા કુરિયર-પાર્સલની તપાસ કરીને તેમાંથી રૂપિયા 1.70 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. તેનું વજન 5 કિલો 670 ગ્રામ છે. આ ગાંજા રમકડાં, કપડાં, ચોકલેટ, વેફર પેકેટ, શૂઝ, ટ્રાવેલ બેગ, એર પ્યુરીફાયર, બ્લુટુથ, સ્પીકરમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો.

વિદેશથી આવતા પાર્સલની તપાસ કરવામાં આવી હતી

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર એજન્સીને ઈનપુટ મળ્યા હતા કે વિદેશથી આવતા પાર્સલમાં ફરી એકવાર હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાને મોકલવામાં આવ્યો છે. જેના કારણે કસ્ટમ્સ અને પોસ્ટલ વિભાગની મદદથી આવા શંકાસ્પદ પાર્સલને અલગ કરવામાં આવ્યા હતા. શાહીબાગ ઓફિસ ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની ટીમ સાથે મળીને વિદેશથી આવતા પાર્સલની તપાસ કરવામાં આવી હતી.

આ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટની કલમ 8C,20B,21B,23 અને 29 અને IT એક્ટની કલમ 66C હેઠળ અલગથી FIR નોંધી છે.

ડાર્ક વેબ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ હાઇબ્રિડ ગાંજાને ડાર્ક વેબ દ્વારા નકલી એકાઉન્ટ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ પાર્સલ જ્યાં પહોંચાડવાનું હતું તે સરનામા મોટાભાગે નકલી છે. અમદાવાદમાં સેટેલાઈટ, બોપલ, અમરાઈવાડી જેવા વિસ્તારોના સરનામે મોકલવાના હતા. આ પહેલા પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આવા પાર્સલમાંથી હાઈબ્રિડ ગાંજા રિકવર કરી ચૂકી છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મોટાભાગના પાર્સલ બ્રિટનથી આવ્યા

આ 37 પાર્સલમાંથી મોટાભાગના પાર્સલ બ્રિટનથી આવ્યા છે. બ્રિટનથી લગભગ 14 પાર્સલ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય 10 અમેરિકાથી અને 10 કેનેડાથી મોકલવામાં આવ્યા છે. બે પાર્સલ થાઈલેન્ડ અને એક સ્પેનથી પણ મોકલવામાં આવ્યા છે. આ પાર્સલ અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, દમણ, દીવ જેવા શહેરોના સરનામે મોકલવાના હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button