પેરીસ ઓલમ્પિકનું શાનદાર રીતે સમાપન, ટોમ ક્રુઝની સ્ટંટ સાથે એન્ટ્રી, ગાયકોના પરફોર્મન્સ, જાણો શું શું થયું
પેરીસ: લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા ઉત્સાહ અને રોમાંચથી ભરપુર પેરિસ ઓલિમ્પિક્સ 2024નું ધામધૂમ પૂર્વક સમાપન (Paris Olympic closing ceremony) થયું. ભારતીય સમય અનુસાર ગત રાત્રે 12:30 વાગ્યે અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે કલોઝિંગ સેરેમની શરૂ થઇ હતી. સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં આયોજિત સમાપન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજ વાહક તરીકે મનુ ભાકર અને શ્રીજેશની પસંદગી કરવામાં આવી છે. શ્રીજેશ ભારતીય હોકી ટીમનો મહાન ગોલકીપર છે. જ્યારે હોકી ટીમે સતત બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે, ત્યારે શૂટર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
ત્રણ કલાક સુધી ચાલેલા આ સમારોહની શરૂઆત ફ્રેન્ચ ગીતથી થઈ હતી. સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ ખાતે પરેડ ઓફ નેશન્સ પછી બેલ્જિયન પોપ સિંગર એન્જેલ વેન વિકે પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વોયેજર બેન્ડે ઓલિમ્પિકની શોધ બતાવી. તેનું નિર્દેશન થોમસ જોલી દ્વારા કરવામાં આવ્યું હતું.
ગોલ્ડન વોયેજર પછી, એન્જેલે, ક્યુમિસ્કી અને રેપર વનાડાએ ફ્રેન્ચ બેન્ડ ફોનિક્સના પરફોર્મન્સમાં પર્ફોર્મન્સ આપ્યું.
આ પછી, પાંચ ગ્રેમી એવોર્ડ જીતનાર ગેબ્રિએલા સરમિએન્ટો વિલ્સને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાયું. સ્ટેડ ડી ફ્રાન્સથી ટોમ ક્રૂઝે સ્ટંટ સાથે એન્ટ્રી કરી હતી, તેણે લોસ એન્જલસ ઓલિમ્પિક 2024 માટે ઓલમ્પિકનો ધ્વજ સ્વીકાર્યો. પોપ સિંગર બિલી ઇલિશ, રેપર સ્નૂપ ડોગ અને ડૉ. ડ્રેએ પર્ફોર્મન્સ આપ્યું હતું. ત્યારબાદ ટોર્ચ ઓલવીને પેરીસ ઓલમ્પિકનો અંત આવ્યો હતો.
2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ‘હેન્ડઓવર’ના ભાગરૂપે, પાંચ વખતની ગ્રેમી વિજેતા ‘હર’ તરીકે જાણીતી ગેબ્રિએલા સરમિએન્ટો વિલ્સને સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે યુએસનું રાષ્ટ્રગીત ગાયું હતું. લોસ એન્જલસ શહેર પ્રથમ વખત પેરાલિમ્પિક્સનું પણ આયોજન કરશે. ‘હર’ એ તેની શાનદાર કારકિર્દી દરમિયાન ઓસ્કાર, એમી અને ગ્રેમી એવોર્ડ જીત્યા છે. 27 વર્ષીય કેલિફોર્નિયાના ગાયકે ‘આઈ કાન્ટ બ્રેથ’ માટે સોંગ ઓફ ધ યર માટે 2021 નો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. લોસ એન્જલસ 1984 અને 1932 પછી 2028માં ત્રીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરશે.
ઓલિમ્પિક સમારોહમાં રંગારંગ કાર્યક્રમ દરમિયાન, એક સમય એવો આવ્યો જ્યારે સ્ટેડિયમમાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો અને પછી ખેલાડીઓએ તેમના મોબાઈલ ફોનથી ગુડવિલ લાઈટ્સ પ્રગટાવી. આ પછી લાઇટ શો શરૂ થયો. આ લાઈટ શોની થીમ ‘ગોલ્ડન વોયેજર’ હતી. આ શોમાં એક કાલ્પનિક વાર્તા રજુ કરવામાં આવી હતી. એક પ્રવાસી, ગોલ્ડન મેન, જેનું આખું શરીર સોનાનું બનેલું છે. તે વિશ્વ પ્રવાસ પર છે. તે ગ્રીસ પહોંચે છે, જ્યાં 2800 વર્ષ પહેલા ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી.
આ સમય દરમિયાન તે પ્રાચીનથી આધુનિક ઓલિમ્પિક સુધીની વિવિધ રમતો બતાવવામાં આવી. ગોલ્ડન મેન સાથે, સફેદ પોશાક પહેરેલા અને એલિયન્સ જેવા દેખાતા કેટલાક પર્ફોર્મસએ શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં દર્શાવવામાં આવ્યું કે ઓલિમ્પિકના તમામ અગ્રણીઓને મળ્યા. પછી આધુનિક ઓલિમ્પિક્સની શરૂઆત થઈ અને 5 રિંગ્સને ઓલિમ્પિકના પ્રતીક તરીકે અપનાવવામાં આવી.
સમાપન સમારોહમાં ઈતિહાસ સર્જાયો હતો. પ્રથમ વખત સમાપન સમારોહમાં છેલ્લો મેડલ મહિલા મેરેથોનમાં આપવામાં આવ્યો હતો જ્યારે અગાઉ આ મેડલ પુરૂષ વર્ગમાં આપવામાં આવ્યો હતો. IOC પ્રમુખ થોમસ બેચે આ મેડલ આપ્યો હતો. સમગ્ર સ્ટેડિયમમાં હાજર રહેલા ખેલાડીઓ અને મેનેજમેન્ટના લોકોએ પેરિસ ઓલિમ્પિક-2024 ગેમ્સમાં કામ કરી રહેલા સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
ફ્રેન્ચ સ્ટાર સિંગર કેવિન્સકીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે તેનું પ્રખ્યાત ગીત કેવિન્સકી પણ ગાયું. ફ્રેન્ચ બેન્ડ ફોનિક્સે સંગીત આપ્યું. મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન ફ્રેન્ચ બેન્ડ ફોનિક્સે તેના પરફોર્મન્સથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કોન્સર્ટની શરૂઆત તેના પરફોર્મન્સથી થઈ હતી.
પેરિસ ઓલિમ્પિક 2024 સમિતિના પ્રમુખ ટોની એસ્ટાનગુએટે વક્તવ્ય આપતાં ફ્રેન્ચ સરકાર, સ્વયંસેવકો, સુરક્ષા, પોલીસ, પેરિસના મેયર, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને અન્ય તમામનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આજે હું ગર્વ અનુભવી રહ્યો છું. અમને ટેકો આપવા બદલ દરેકનો આભાર. બધાએ સાથે મળીને કામ કર્યું, જેના કારણે આટલી મોટી ઓલિમ્પિક ગેમ્સ સફળતાપૂર્વક યોજાઈ શકી. પેરિસ ઓલિમ્પિક 2024નો સમાપન સમારોહ હવે ઓલિમ્પિક ધ્વજ હસ્તાંતરણ સમારોહમાં પરિવર્તિત થયો, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બેચે લોસ એન્જલસના મેયરને ઓલિમ્પિક ધ્વજ સોંપ્યો.
ઓલિમ્પિક ધ્વજ હસ્તાંતરણ પછી અમેરિકન રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ પછી હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા. તેણે પોતાની બાઈક પર ઓલિમ્પિક ધ્વજ રાખ્યો હતો. તેણે પોતાની બાઇક ચાર્ટર્ડ ફ્લાઇટમાં રાખી હતી. ત્યારબાદ હવામાં દૈવ મારતા તે પેરાશૂટ લેન્ડિંગ દ્વારા જમીન પર આવ્યો હતો. અહીંથી તેણે ઓલિમ્પિક ધ્વજને સાયકલ દ્વારા લોસ એન્જલસ મોકલ્યો હતો. આગામી ઓલિમ્પિકની યજમાની માટે હોલીવુડમાં ઉજવણી કરવામાં આવી હતી. લોકપ્રિય રોક બેન્ડ રેડ હોટ ચિલી પેપર્સે તેમના હિટ ગીત ‘કાન્ટ સ્ટોપ’ પ્રસ્તુત કર્યું . આ પછી સિંગર બિલી ઈલિશે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. રેપર્સ સ્નૂપ ડોગ અને ડૉ. ડ્રેએ તેમના રેપથી દરેકના દિલ જીતી લીધા.