ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટી પાડીને ભારત પાછી ફરી છે, ત્યારથી તે સતત કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવી થઈ છે. આ સિવાય સાનિયા તેની ગ્લેમરસ લૂક અને સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. સાનિયા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
થોડાક સમય પહેલાં જ ઇન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) સાથે પણ સાનિયા મિર્ઝાનું નામ જોડાયું હતું અને એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે બંને જણ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બધા વચ્ચે સાનિયાએ એક મોટું પગલું ભર્યું છે અને એની માહિતી આપતો વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આવો જોઈએ શું છે સાનિયાનું આ મહત્વનું પગલું…
સાનિયા મિર્ઝાએ પોતાના વીડિયોમાં ટેનિસ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે માહિતી આપી રહી છે. સાનિયા મિર્ઝા ટેનિસ એકેડમી માર્ચ, 2013માં ભારતીય ટેનિસ ખેલાડીઓને વિશ્વ કક્ષાની ટેનિસ તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. સાનિયા મિર્ઝાએ જણાવ્યું છે કે તેની એકેડમીમાં 9થી 13મી સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે એક સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 12 વર્ષથી 18 વર્ષ સુધીના ટેનિસ પ્લેયર બનવા ઈચ્છુક ખેલાડીઓ ભાગ લઈ શકશે.
આ પણ વાંચો: સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…
આ વીડિયોમાં સાનિયા કહે છે કે ચેમ્પિયન બનવા માટેનું પહેલું પગલું એ છે કે તમારો તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. અમારી એકેડમી તમારી પ્રતિભાને વધુ સારી રીતે ખિલવામાં મદદ કરશે. અમારી પાસે ઘણા અનુભવી કોચ છે. હું પોતે પણ તમને ટેનિસ સાથે જોડાયેલી મહત્વની બાબતો, મારા અનુભવો વિશે વાત કરીશ. ચેમ્પ બનવા માટે તૈયાર છો ને?
અત્રે ઉલ્લેખનીય છે કે શોએબ મલિકથી છૂટાછેડા લીધા બાદ સાનિયા મિર્ઝાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. થોડા દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નની અફવાઓ પણ સામે આવી હતી. જેના પર મોહમ્મદ શમીએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. તમારી જાણ માટે કે ટેનિસ કોર્ટથી દૂર સાનિયા મિર્ઝા અલગ અલગ મધ્યમોથી સારી એવી કમાણી કરી રહી છે, જેમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાત વગેરેનો સમાવેશ થાય છે.