ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
બળેવ શ્રાવણ સુદ પાંચમ
કલ્કિ જયંતી શ્રાવણ સુદ બીજ
નાગપંચમી શ્રાવણ સુદ છઠ
જન્માષ્ટમી શ્રાવણ સુદ પૂનમ
રામદેવપીર શ્રાવણ વદ આઠમ

ઓળખાણ પડી?
આસુરી શક્તિથી રક્ષણ કરવા માટે જેમનો જન્મ થયો એ દેવની ઓળખાણ પડી? સાઉથમાં મુરુગન તરીકે પણ ઓળખ ધરાવે છે.
અ) પ્રજાપતિ બ) પેરુમલ ક) કાર્તિકેય ડ) વેંકટેશ્ર્વર

ગુજરાત મોરી મોરી રે
રામદેપીરના હેલામાં ખૂટતો શબ્દ જણાવો.
હે રણુજાના રાજા, અજમલજીના બેટા, વીરમદેના વીરા, રાણી નેતલના ———, મારો હેલો સાંભળો.
અ) રાજા બ) કુંવર
ક) દરબાર ડ) ભરથાર

માતૃભાષાની મહેક
મીમાંસાશાસ્ત્રનાં બે ભેદ છે: ધર્મ મીમાંસા અથવા પૂર્વમીમાંસા અને બ્રહ્મ મીમાંસા અથવા ઉત્તરમીમાંસા. આ શાસ્ત્રનું પૂર્વમીમાંસા નામ એટલા માટે નથી રાખવામાં આવ્યું કે તે ઉત્તરમીમાંસા પહેલાં બન્યું,
પણ પૂર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મકાંડ મનુષ્યનો પ્રથમ ધર્મ છે. જ્ઞાનકાંડનો અધિકાર ત્યાર પછી આવતો હોવાથી બીજાને ઉત્તરમીમાંસા કહે છે.

ઈર્શાદ
જ્યાં ત્યાં કદી હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
— મુસાફિર પાલનપુરી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જીવનમાં ઘણી વાર થતો ગેબી ઈશારો સમજી જવો જોઈએ’માં ગેબી શબ્દનો અર્થ જણાવો.
અ) ગાઢ બ) અદ્રશ્ય ક) ધારદાર ડ) આખરી

માઈન્ડ ગેમ
બાહુબલીની ૫૭ ફૂટ ઊંચી પ્રતિમા શ્રવણબેલગોલા કયા રાજ્યમાં સ્થિત છે એ જણાવો. એક જ ગ્રેનાઇટમાંથી પ્રતિમા કંડારવામાં આવી છે.
અ) રાજસ્થાન બ) મણિપુર ક) કેરળ ડ) કર્ણાટક

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
પૂજા WORSHIP
મોક્ષ EMANCIPATION
સાપેક્ષ RELATIVE
નાસ્તિક ATHEIST
શ્રદ્ધા FAITH

ગુજરાત મોરી મોરી રે
પંથી

ઓળખાણ પડી?
જમ્મુ – કશ્મીર

માઈન્ડ ગેમ
પાતાળેશ્ર્વર

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
માણસ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) ધીરેન્દ્ર ઉદેશી (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) સુરેખા દેસાઈ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) કમલેશ મૈઠિઆ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પ્રવીણ વોરા (૨૦) અશોક સંઘવી (૨૧) કિશોર સંઘરાજકા (૨૨) નિખિળ બંગાળી (૨૩) અમીશી બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) મહેશ દોશી (૨૮) હર્ષા મહેતા (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) ભાવના કર્વે (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) અલકા વાણી (૩૭) અરવિંદ કામદાર (૩૮) દિલીપ પરીખ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) નિતીન બજરિયા (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button