નેશનલ

રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે, કાર્યવાહી નહિ થાય તો મોદી-શાહ વિરુદ્ધ કેસ કરીશ : સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની નાગરિકતાને લઈને છાશવારે કોઈને કોઇ નેતા ટિપ્પણી કરતાં જોવા મળે છે. પરંતુ આ વિષય પર ખુદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ મેદાનમાં ઉતારી ગયા છે. સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી અને અમિત શાહને રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સવાલો પણ પૂછ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતું કે’નરેન્દ્ર મોદી અને શાહ રાહુલ ગાંધીને શા માટે બચાવી રહ્યા છે કે જ્યારે તે એક વિદેશી નાગરિક છે, જેણે 2003માં બ્રિટિશ નાગરિકતા મેળવી છે અને લંડનમાં બેક ઓપ્સ નામની કંપની શરૂ કરી હતી? તેમની ભારતીય નાગરિક અમાન્ય છે. જો મોદી હજુ તેમનો બચાવ કરશે તો મારે તેમની સામે કેસ નોંધવવો પડશે. “

આ પણ વાંચો: કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોને મળવા પહોંચી ગયા ?

સુબ્રમણ્યમ સ્વામી અગાઉ પણ રાહુલ ગાંધીની નાગરિકતા પરસવાલ ઉઠાવી ચૂક્યા છે. તેઓ રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક ગણાવે છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ પહેલા નવેમ્બર 2015માં પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. સ્વામીએ પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે રાહુલ બ્રિટિશ નાગરિક છે, તેથી તેની ભારતીય નાગરિકતા અને સંસદની સભ્યતા રદ કરવી જોઈએ. આ મામલે સ્વામી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. ત્યાં તેણે સીબીઆઈ તપાસની માંગ કરી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી.

નવેમ્બર 2016માં પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ મહેશ ગિરીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને રાહુલ ગાંધીની નાગરિકતાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. આ મામલો સમિતિ સુધી પહોંચ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીએ જવાબ આપવો પડ્યો. કમિટીને આપેલા પોતાના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ માત્ર મારી ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ છે. મેં ક્યારેય બ્રિટિશ નાગરિકતા માંગી નથી કે સ્વીકારી પણ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button