અદાણીએ હિન્ડનબર્ગના અહેવાલને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આક્ષેપો ગણાવ્યા
મુંબઈ: હિન્ડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આરોપો ગણાવતાં અદાણી જૂથે અમેરિકન શોર્ટ-સેલીંગ કરીને નફો રળનારી સંસ્થા હિન્ડનબર્ગના દાવાઓને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેનું વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે.
કંપની દ્વારા દેશના બધા જ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્ડનબર્ગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આક્ષેપો તથ્યો અને કાયદીની અવિચારી અવગણના સાથએ વ્યક્તિગત ફાયદા માટે પૂર્વ-નિર્ધારિત નિષ્કર્ષ પર પહોંચવા માટે જાહેરમાં ઉપલબ્ધ માહિતીને દુર્ભાવનાયુક્ત, દુષ્ટતા અને ચાલાકીપુર્વક રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Hindenburg ભારતમાં હવે કોને નિશાન બનાવશે ? શેર માર્કેટ પર પડી શકે છે મોટી અસર
અદાણી જૂથ સામેના તોડી-જોડીને ફરીથી સામે લાવવામાં આવેલા આ લાંછન લગાવતા દાવાઓ જેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તે પાયાવિહોણા હોવાનું સિદ્ધ થયું છે. માર્ચ, 2023માં સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધા છે. આ બધા જ દાવાઓને અદાણીજૂથ નકારી કાઢે છે.
કંપની ફરી એક વખત જણાવી રહી છે કે અનેક જાહેર દસ્તાવેજોમાં તમામ સંબંધિત વિગતોની નિયમિત જાહેરાતો દ્વારા અમારું વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. આ ઉપરાંત, અનિલ આહુજા અદાણી પાવરમાં 2007-08માં થ્રી-આઈ ઈન્વસ્ટમેન્ટ ફંડના નોમિની ડિરેક્ટર હતા અને બાદમાં 2017 સુધી તેઓ અદાણી એન્ટરપ્રાઈસીસના ડિરેક્ટર હતા. અદાણી જૂથનો કોઈ વ્યક્તિઓ સાથે કોઈ વ્યાવસાયિક સંબંધ નથી. અથવા અમારી પ્રતિષ્ઠાને ખરડવાના ઈરાદાથી કરાયેલા આ ગણતરીપુર્વકના પ્ર.ાસોમાં જણાવાયેલી બાબતો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમે કાયદાકીય અને નિયમનકારી જરૂરિયાતો સાથે પારદર્શિતા અને અનુપાલન માટે દ્રઢતાપુર્વક પ્રતિબદ્ધ છીએ.
કંપની દ્વારા નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતના સિક્યોરિટિઝને લગતા કાયદાઓના કેટલાક ઉલ્લંઘન માટે જેના પર તપાસ ચાલી રહી છે એવી કલંકિત તકવાદી હિન્ડનબર્ગના આરોપો ફક્ત ભારતીય કાયદાઓનું સંપૂર્ણ ઉલ્લંઘન કરતી હતાશ સંસ્થા દ્વાર ઉછાળવામાં આવેલા કીચડ સિવાય કશું જ નથી.