તમારા UPI એકાઉન્ટમાંથી અન્ય વ્યક્તિ ચૂકવણી કરી શકશે, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે સુવિધા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ અઠવાડિયે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં બે નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે, જેનો હેતુ તેની પહોંચ અને ક્ષમતા વધારવાનો છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 8 ઓગસ્ટના રોજ દ્વિ-માસિક નીતિ પરિણામ શેર કરતા સમયે ડેલિગેટેડ પેમેન્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Repo Rate: રેપો રેટ અંગે RBIએ મહત્વની જાહેરાત કરી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે
હવે તમને વિચાર આવશે કે આ ડેલિગેટેડ પેમેન્ટ્સ સિસ્ટમ શું છે તો જાણી લો કે આ એક નવી સુવિધા છે જેના હેઠળ કોઈ અન્ય વ્યક્તિનું UPI એકાઉન્ટ ઇન્સ્ટોલ કરી શકશે. આ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની ઍક્સેસ બીજા કોઈને આપવા જેવું છે. ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો, તમારી પાસે તમારા UPI એકાઉન્ટમાં માસ્ટર એક્સેસ હશે અને તમે UPI એકાઉન્ટમાંથી ચુકવણી માટે અન્ય અધિકૃત વ્યક્તિને એકાઉન્ટ એક્સેસ કરવાની મંજૂરી આપી શકો છો. ઉદાહરણ તરીકે, કુટુંબના સભ્યો – પત્ની, બાળકો અથવા વૃદ્ધ માતાપિતા તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સુવિધા ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકો જેઓનું પોતાનું બેંક એકાઉન્ટ UPI સાથે લિંક ન હોય તેવા લોકોમાં ખાસ્સી લોકપ્રિય થશે અને તેને કારણે UPI પેમેન્ટ્સમાં પણ વધારો થશે.
આ નવી સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, એમ RBI દ્વારા જણાવવામાં આવ્યું છે.