મહારાષ્ટ્ર

થાણેમાં ઉદ્ધવના ‘ભગવા સપ્તાહ’માં મનસેનો ‘રાડો’

રાજ ઠાકરેની જેમ જ ઉદ્ધવના કાફલા પર કરાયો હુમલો

મુંબઈ: બીડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર સોપારીના ટુકડા ફેંકીને હુમલો કરાયો ત્યારબાદ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને ચેતવણી આપી હતી અને રાજ ઠાકરેની ચેતવણીની ગણતરીની કલાકોમાં જ ઉદ્ધવ ઠાકરેના કાફલા પર પણ હુમલો થયો હતો.

થાણેમાં ‘ભગવા સપ્તાહ’ મેળાવડાની શરૂઆત કરવા માટે જઇ રહેલા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર એમએનએસના કાર્યકરો દ્વારા છાણા(ગાય-ભેંસનું ગોબર), બંગડીઓના ગુચ્છા, નાળિયેર અને ટામેટા ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના કાફલા પર કરવામાં આવેલા હુમલામાં એક કારનો કાચ પણ તૂટી ગયો હતો.

જોકે વાત અહીં જ પતી નહોતી. ઉદ્ધવ ઠાકરે જ્યાં પોતાના શિવસૈનિકોને સંબોધવાના હતા તે સ્થળ ગડકરી રંગાયત સભાગૃહમાં પણ રાજ ઠાકરેના સમર્થકો ધસી ગયા હતા અને હોબાળો કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અમુક કાર્યકરોની ધરપકડ પણ કરી હતી. જ્યારબાદ આખરે ઉદ્ધવ ઠાકરેનો કાર્યક્રમ શરૂ થયો હતો.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પ્રહાર કર્યા હતા તેમ જ શિંદેનો ગઢ મનાતા થાણેના વિકાસનો પાયો બાળાસાહેબ ઠાકરેએ નાખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે મહારાષ્ટ્રના અનેક પ્રોજેક્ટ ગુજરાતને સોંપી દેવામાં આવતા હોવાની ટીકા પણ કરી હતી. વિરોધીઓએ અધધ પૈસા ખર્ચ્યા હોવા છતાં લાખો શિવસૈનિકો પોતાની પડખે ઊભા હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ ઉપરાંત બેરોજગારી, રસ્તાના ખાડા તેમ જ લાડકી બહેન યોજના સહિતના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ સરકારની ટીકા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે