આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ

પણ મુખ્ય પ્રધાનની જાહેરાત તો પરીણામ પછી જ
મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી માટે મહાવિકાસ આઘાડીમાં વાટાઘાટોનો દોર શરૂ થઇ ગયો હોવાનું કૉંગ્રેસે શનિવારે જણાવ્યું હતું. જોકે, મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ હશે તેની જાહેરાત ચૂંટણીના પરીણામો પછી જ કરવામાં આવશે, તેમ કૉંગ્રેસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં કૉંગ્રેસના ટોચના નેતાઓને મળ્યા હતા અને પોતાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી માગણી કરતો પ્રસ્તાવ મૂક્યો હતો.

જોકે, ચૂંટણીના પરીણામો પછી જ મહાવિકાસ આઘાડી મુખ્ય પ્રધાન કોણ બનશે તેની જાહેરાત કરશે, તેમ કૉંગ્રેસના નેતા રમેશ ચેન્નિથલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના પક્ષો એકજૂથ થઇને ચૂંટણી લડશે અને બેઠકોની વહેંચણી અંગે પ્રાથનિક તબક્કાની વાટાઘાટો શરૂ થઇ ચૂકી છે.

આ પણ વાંચો: ઉદ્ધવની દિલ્હી મુલાકાત બાદ મહાવિકાસ આઘાડીમાં મોટી મુંઝવણ, ક્યાંક…

કૉંગ્રેસના મહારાષ્ટ્ર અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનું ગૌરવ જાળવી રાખવું એ અમારી પ્રાથમિકતા છે. નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે ચર્ચા કરીને નવા મુખ્ય પ્રધાન કોણ હશે તેનો નિર્ણય લેવાશે.

આ સિવાય પટોલેએ મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજનાની ટીકા કરતા જણાવ્યું હતું કે પાત્ર મહિલાઓને માસિક 1,500 રૂપિયા આપવાની એકનાથ શિંદેની સરકાર ફક્ત ચૂંટણીલક્ષી યોજના છે. અજિત પવાર કહે છે કે લોકો મહાયુતિને મત આપશે કારણ કે મહાવિકાસ આઘાડી આ યોજના રદ કરી દેશે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ યોજના ફક્ત મત મેળવવા માટેની જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે