સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ આ રીતે પીવો છો પાણી? નુકસાન જાણી લેશો તો આજે જ…

જળ એ જીવન છે અને આ વાક્ય આપણે બાળપણથી અસંખ્ય વખત અત્યાર સુધી સાંભળ્યું પણ હશે. પાણી પીવું એ આરોગ્યદાયી છે અને એને હેલ્થને અનેક ફાયદાઓ પહોંચે છે. તમને કદાચ જાણીના નવાઈ લાગશે કે માનવ શરીરમાં 60 ટકા ભાગ પાણીમાંથી બનેલો છે એટલે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પણ આ પાણી પીવાની પણ પદ્ધતિ હોય છે. આજે આપણે એના વિશે વાત કરીશું.

આપણામાંથી ઘણા લોકોને ઊભા ઊભા જ બોટલને મોઢે લગાવીને પાણી પીવાની આદત હશે, જો તમને પણ આવી આદત છે તો આ સમાચાર તમારા માટે જ છે. તમારી પાણી પીવાની આ આદત તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે, જેના વિશે તમારે જાણી લેવાની જરૂર છે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની સપાટી 70 ટકાને પાર; ડેમમાંથી 28,464 કયુસેક પાણી છોડાયું

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે લોકો મોઢે બોટલ લગાવીને પાણી પીવે છે ત્યારે તેના પર સલાઈવા લાગી જાય છે અને એને કારણે બેક્ટેરિયા પેદા થઈ શકે છે જે તમને બીમારી ભેટમાં આપી શકે છે. આ સિવાય બોટલને મોઢે લગાવીને એક જ શ્વાસમાં પાણી પીવું જોખમી સાબિત થઈ શકે છે. આ રીતે પાણી પીવાને કારણે પાણી અટકી જાય છે કે પછી પેટ ફૂલાવવા જેવી સમસ્યા સતાવી શકે છે. જો તમે પણ અત્યાર સુધી આ જ રીતે પાણી પીતા હતાં તો આજે જ આવું કરવાનું બંધ કરી દો.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ દરરોજ નવથી તેર કપ લિક્વિટ ફૂડનું સેવન કરવું જોઈએ એની સાથે સાથે જ એ વાતની યાદ રાખવી જરૂરી છે કે તમે જે ખાવ છો એ ફળ અને શાકભાજીમાં પણ પાણીનો ભાગ હોય છે. પાણીની જરૂરિયાત લિંગ, ઋતુ અને એક્ટિવિટી પર પણ આધાર રાખે છે. વધારે પડતી ગરમી, તાવ અને એક્ટિવિટીને કારણે વધારે પડતું પાણી પીવાની જરૂર પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button