ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૧-૮-૨૦૨૪ થી તા. ૧૭-૮-૨૦૨૪

રવિવાર, શ્રાવણ સુદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૧૧મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ગોસ્વામી તુલસીદાસ જયંતી, સાતમ વૃદ્ધિ તિથિ છે. પારસી ગાથા-૨ આસ્તુઅદ શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, શ્રાવણ સુદ-૭, તા. ૧૨મી, નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૮-૩૨ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૪ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. શ્રાવણ સોમવાર, શિવપૂજન, શિવમુષ્ટિ (તલ), વિંછુડો પ્રારંભ ક. ૨૮-૧૪, વિષ્ટિ સવારે ક. ૦૭-૫૫ થી ૨૦-૪૬. પારસી ગાથા-૩ ગહામ્બર, શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, શ્રાવણ સુદ-૮, તા. ૧૩મી, નક્ષત્ર વિશાખા સવારે ક. ૧૦-૪૩ સુધી, પછી અનુરાધા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ધરો આઠમ, દુર્વાષ્ટમી, મંગલાગૌરી પૂજન, નૈનાદેવી મેલા, પારસી ગાથા-૪ વોહુક્ષથ્ર શુભ દિવસ.

બુધવાર, શ્રાવણ સુદ-૯, તા. ૧૪મી, નક્ષત્ર અનુરાધા બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. હરિ નવમી, બુધ પૂજન, વિંછુડો, બગીચા નોમ, બકુલ નોમ, પારસી ગાથા-૫ વહિશ્તોઈસ્ત, પારસી પતેતી. ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુ કળશ શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, શ્રાવણ સુદ-૧૦, તા. ૧૫મી, નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૨-૫૨ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૨-૫૨ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. ભારતીય સ્વાતંત્ર્ય દિન, ઝુલન યાત્રા પ્રારંભ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૦૮, વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૨-૫૨ પારસી નૂતન વર્ષ ૧૩૯૪ પ્રારંભ, પારસી ૧લો ફરવરદીન માસારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, શ્રાવણ સુદ-૧૧, તા. ૧૬મી, નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૨-૪૩ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. પુત્રદા એકાદશી (શિંગોડા), પવિત્રા એકાદશી સવારે ક. ૦૯-૩૯ પછી પવિત્રા ધરાવવા. દામોદર દ્વાદશી, જીવંતિકા પૂજન, વરદ્લક્ષ્મી વ્રત, સૂર્ય મહાનક્ષત્ર મઘા અને સિંહ રાશિમાં પ્રવેશ ક. ૧૯-૪૬, વાહન શિયાળ (સંયોગિયુ નથી), સંક્રાંતિ પુણ્યકાળ ક. ૧૨-૪૩થી સૂર્યાસ્ત, વિષ્ટિ ક. ૦૯-૩૯ સુધી. માનસ પૂજા સમાપ્ત. ભૂમિ, ખાત. વાસ્તુ કળશ. (સવારે ક. ૧૦-૪૪ થી સૂર્યાસ્ત શુભ કાર્ય વર્જ્ય છે.).

શનિવાર, શ્રાવણ સુદ-૧૨, તા. ૧૭મી, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૧૧-૪૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૭-૨૮ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શનિ પ્રદોષ, પવિત્રા બારસ, અશ્ર્વત્થ મારુતિ પૂજન, વિષ્ણુ પવિત્રારોપણ, બુધ દ્વાદશી. તેરસનો ક્ષય, શુભ કાર્ય વર્જ્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button